Ahmedabad News/ અમદાવાદમાં ઇવી ચાર્જિંગ સ્ટેશનો શોભાના ગાંઠિયા સમાન, પ્રજાના કરોડો રૂપિયા વેડફાયા

રાજ્ય સરકાર એકબાજુએ ઇવી સબસિડીઓની જાહેરાત કરી છે અને બીજી બાજુ સરકારનો જ હિસ્સો એવું અમદાવાદ મ્યુનિસિપાલિટી હસ્તકના ચાર્જિંગ સ્ટેશનો ધૂળ ખાઈ રહ્યા છે. ચાર્જિંગ સ્ટેશનનું ઉદઘાટન કરાયાના બીજા જ દિવસે બંધ પડી ગયુ હતુ અને ચાર વર્ષથી તે બંધ છે. આવામાં ઇવી ક્રાંતિ લાવવાની સરકારની ઇચ્છા ક્યાંથી પૂરી થાય.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનો શોભાના ગાંઠિયા સમાન છે. કાંકરિયામાં બનાવવામાં આવેલું ચાર્જિંગ સ્ટેશન વર્ષોથી બંધ હાલતમાં છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા પ્રોજેક્ટ પર ધૂળ ચડી છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનો દ્વારા બનાવવામાં આવેલા ચાર્જિંગ સ્ટેશનોનો પણ ઉપયોગ કરવામાં આવતો નથી.

અમદાવાદમાં પ્રદૂષણ ઘટાડવાના ઉમદા હેતુથી ચાર્જિંગ સ્ટેશનો બનાવવામાં આવ્યા હતા, પરંતુ ચાર વર્ષથી આ ચાર્જિંગ સ્ટેશનો બંધ રહેતા સ્થાનિકોમાં ભારે નિરાશા છે. આ બતાવે છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન પણ પ્રદૂષણ ઘટાડવાને લઈને કેટલું ગંભીર છે. આ ચાર્જિંગ સ્ટેશનોનું ઉદઘાટન કરવામાં આવ્યુ પછીના દિવસથી જ તે બંધ થઈ ગયા હતા. આનો સીધો અર્થ એમ કરી શકાય કે ચાર્જિંગ સ્ટેશનો પાછળનો કરોડોનો ખર્ચ પાણીમાં ગયો. જ્યારે તેની પાછળના ખર્ચાનો કરોડો રૂપિયાના વેડફાટનો કરંટ પ્રજાને લાગશે. આ ચાર્જિંગ સ્ટેશનો બંધ થવાથી ઇલેક્ટ્રિક વાહન પ્રોત્સાહન યોજના પર માટી અસર પડી છે. સરકારી મિલકતોનો દૂરુપયોગ થતાં અનેક પ્રશ્નો સર્જાયા છે.

સરકાર એકબાજુએ ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ માટે આટલું જબરદસ્ત પ્રોત્સાહન આપી રહી છે અને બીજી બાજુએ સરકારના જ આ તંત્રનો એક વિભાગ ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ સ્ટેશન પ્રત્યે કેટલું ઉદાસીન વલણ ધરાવે છે. સરકારનો જ વિભાગ જાણે સરકારના જ પોતાના ઇરાદા પર પાણી ફેરવે છે. ઇલેક્ટ્રિક વાહનના ચાર્જિંગ સ્ટેશન માટે સ્થાનિક તંત્રએ ફક્ત ઉદઘાટન કરીને સંતોષ માની લીધો, પરંતુ પછી તેના પાછળ જરા પણ ધ્યાન ન આપ્યું.

આ ચાર્જિંગ સ્ટેશન એવા તે કેવા બનાવવામાં આવ્યા કે ઉદઘાટન પછીના જ દિવસે બંધ પડી ગયા. સરકારે એવી કઈ કંપનીને આ પ્રકારનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો કે આટલી ખરાબ કામગીરી થઈ. શું તંત્રએ ચાર્જિંગ સ્ટેશનની આ ખરાબ કામગીરી બજાવનારી કંપનીને બ્લેકલિસ્ટ કરી. તેની સામે કોઈ કાર્યવાહી કરી, તંત્ર પાસે આનો કોઈ જવાબ જ નથી. પ્રજાની પરસેવાની કમાણીના કરોડો રૂપિયાના વેડફાટની તંત્રને જરા પણ પડી નથી.


આ પણ વાંચો: PMએ સુઝુકીના હાંસલપુર પ્લાન્ટથી પ્રથમ બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ (BEV) ‘ઈ-વિટારા’ને દોડાવી,બેટરીના ઉત્પાદનનો શુભારંભ કરાવ્યો

આ પણ વાંચો: PM મોદી દ્વારા ₹5477 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન થશે, રોડ શો અને મારુતિ EV લોન્ચિંગ

આ પણ વાંચો: PMના જન્મ દિવસે પાલિકા કરશે ગ્રીન વ્હીકલ પોલિસી લોન્ચ, સુરતીઓને EVમાં 1 લાખ સુધીનો ફાયદો