World News/ પાકિસ્તાની ડોન શહઝાદ ભટ્ટીના નેટવર્ક પર NIA ના પ્રહાર, પંજાબ-હરિયાણામાં 18 જગ્યાએ દરોડા

કેન્દ્રીય તપાસ એજન્સી NIA દ્વારા આતંકવાદીઓ અને ગેંગસ્ટર્સની સાંઠગાંઠ વિરૂદ્ધ પંજાબ અને હરિયાણાના 18 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. પાકિસ્તાની ડોન શહઝાદ ભટ્ટીના ગેમિંગ કાવતરા વિશે વાંચો અહેવાલ.

international Top Stories World
NIA

NIA Raids Gangster Terror Nexus 2026: ભારતમાં આતંકવાદીઓ અને સ્થાનિક ગેંગસ્ટર્સ વચ્ચે ચાલી રહેલી ખતરનાક સાંઠગાંઠને તોડી પાડવા માટે કેન્દ્રીય તપાસ એજન્સી એનઆઇએ (NIA) એ મોટું ઓપરેશન હાથ ધર્યું છે. NIA ની ટીમો દ્વારા પંજાબ અને હરિયાણાના 9 જિલ્લાઓમાં આશરે 18 જેટલા સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઓપરેશન પાકિસ્તાનમાં બેઠેલા કુખ્યાત ડોન અને ગેંગસ્ટરમાંથી આતંકવાદી બનેલા શહઝાદ ભટ્ટીના નેટવર્ક સાથે જોડાયેલું છે. ભારત વિરૂદ્ધ રચાઈ રહેલા કોઈ મોટા આતંકી કાવતરાને અંજામ આપવામાં આવે તે પહેલા જ સાવચેતીના ભાગરૂપે NIA એ આ આકરા પગલાં લીધા છે, જેમાં અનેક શંકાસ્પદ ડિજિટલ ડિવાઇસ અને વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરાયા છે.

ભારતમાં ગ્રેનેડ હુમલા પાછળનો મુખ્ય સૂત્રધાર

સરહદ પાર પાકિસ્તાનથી આતંકી નેટવર્ક ચલાવી રહેલા શહઝાદ ભટ્ટી ગેંગ વિરૂદ્ધ એજન્સીએ કાર્યવાહી તેજ કરી દીધી છે. તપાસમાં ખુલાસો થયો છે કે શહઝાદ ભટ્ટી પંજાબ અને હરિયાણામાં થયેલા અનેક મોટા હુમલાઓમાં સીધો સામેલ હતો:

વર્ષ 2025 માં  હરિયાણાના સિરસામાં આવેલા મહિલા પોલીસ સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટ કરાવ્યો હતો.

ગ્રેનેડ એટેક દ્વારા સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર રોજર સંધૂના ઘર પર ગ્રેનેડથી હુમલો કરાવ્યો હતો.

ચાલુ વર્ષ (2026): હરિયાણાના અંબાલામાં આવેલા બલદેવનગર પોલીસ સ્ટેશન પર પણ આ જ ગેંગ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

એપ્લિકેશન દ્વારા યુવાનોનું બ્રેઇનવોશ

આ તપાસમાં પાકિસ્તાની એજન્સીઓ અને ડોન શહઝાદના કાવતરાનો સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, તે ભારતના ભોળા યુવાનોમાં આતંકનું ઝેર ફેલાવવા માટે ઓનલાઇન ગેમિંગ એપ્સ (Gaming Apps) નો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યો છે.

આ રીતે ચાલે છે સમગ્ર નેટવર્ક:

ઓનલાઇન ગેમિંગ દરમિયાન ચેટિંગ અને વોઈસ કોલ દ્વારા ભારતીય યુવકો અને સગીરોનો સંપર્ક કરવામાં આવે છે.

વાતચીત આગળ વધારીને યુવાનોનો સીધો સંપર્ક પાકિસ્તાનમાં બેઠેલા આકાઓ અને શહઝાદ ભટ્ટી સાથે કરાવવામાં આવે છે.

ગેમિંગ એપના માધ્યમથી ભારતીય યુવાનોનું બ્રેઇનવોશ (માનસિક પરિવર્તન) કરવામાં આવે છે અને લાલચ આપીને તેમને દેશવિરોધી ગેંગમાં સામેલ કરી હુમલા માટે તૈયાર કરાય છે.

તાજેતરમાં જ પોલીસે પકડેલા 3 સગીર વયના છોકરાઓની પૂછપરછમાં આ સમગ્ર  ગેમિંગ મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. આ ગેંગ ઓનલાઇન દુનિયાનો ઉપયોગ કરીને ભારતમાં પોતાની નવી સ્લીપર સેલ ગેંગ તૈયાર કરી રહી છે, જેને નાબૂદ કરવા માટે હવે NIA એ કમર કસી છે.


આ પણ વાંચો :અમેરિકાના હુમલા બાદ ઈરાન લાલઘૂમ, કુવૈત અને બહેરીનમાં અમેરિકી સૈન્ય મથકો પર ઝીંકી મિસાઈલો

આ પણ વાંચો : ઈરાન સાથેની શાંતિ ડીલ પહેલા ઈઝરાયલનો લેબેનોન પર મોટો હુમલા, ડોનાલ્ડ ટ્રમ્પની ચિંતા વધી

આ પણ વાંચો7.8 ની તીવ્રતાના પ્રચંડ આંચકાથી ધ્રૂજ્યું ફિલિપાઇન્સ, એરપોર્ટ બંધ અને શાળાઓમાં ભારે નુકસાન