World News/ અમેરિકાના હુમલા બાદ ઈરાન લાલઘૂમ, કુવૈત અને બહેરીનમાં અમેરિકી સૈન્ય મથકો પર ઝીંકી મિસાઈલો

અમેરિકી સેનાના હુમલા બાદ ઈરાને(Iran) ખાડી દેશો કુવૈત, બહેરીન અને જોર્ડનમાં આવેલા અમેરિકન સૈન્ય મથકો પર ભીષણ બેલિસ્ટિક મિસાઈલો છોડી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ વચ્ચે વાંચો યુદ્ધનો સંપૂર્ણ અહેવાલ.

Top Stories international World
Iran

US Iran Military Conflict 2026: અમેરિકા અને ઈરાન(Iran) વચ્ચે ચાલી રહેલો તણાવ હવે સીધી અને ખુલ્લી સૈન્ય અથડામણમાં ફેરવાઈ ગયો છે. અમેરિકન વાયુસેના અને નૌસેના દ્વારા દક્ષિણ ઈરાન પર કરવામાં આવેલા આક્રમક હુમલાના જવાબમાં, ઈરાને પણ ખાડી ક્ષેત્ર (Gulf Region) માં મોજુદ અમેરિકાના સૈન્ય મથકો પર જોરદાર બેલિસ્ટિક મિસાઈલ હુમલા શરૂ કરી દીધા છે. ઈરાને કુવૈત અને બહેરીનમાં આવેલા અમેરિકન સૈન્ય મથકોને મિસાઈલોથી હચમચાવી દીધા છે, જેના કારણે બંને દેશોમાં હવાઈ હુમલાના સાયરન વાગી રહ્યા છે. આ દરમિયાન જોર્ડનમાં આવેલા અમેરિકાના અત્યંત આધુનિક F35 ફાઈટર જેટના હેંગરને પણ ઈરાને નષ્ટ કર્યું હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ હુમલા અને વળતા હુમલાના કારણે સમગ્ર પશ્ચિમ એશિયા (West Asia) માં ભયાનક મહાયુદ્ધ ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે.

Iran ની ટોપ સૈન્ય કમાન ‘ખાતમ અલ-અંબિયા’ નું મોટું નિવેદન

ઈરાનની (Iran)સર્વોચ્ચ સૈન્ય કમાન ‘ખાતમ અલ-અંબિયા’ એ સત્તાવાર રીતે દાવો કર્યો છે કે, દક્ષિણ ઈરાનમાં અમેરિકા દ્વારા કરવામાં આવેલા આક્રમક પગલાંના જવાબમાં આ મિસાઈલ એક્શન લેવાયું છે. કુવૈત અને બહેરીનમાં આવેલા અમેરિકન સૈન્ય મથકોને સીધા નિશાન બનાવીને તોડી પાડવામાં આવ્યા છે.

બીજી તરફ, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) નું કહેવું છે કે તેમણે આ ઓપરેશન ઈરાન દ્વારા તેમનું અપાચે હેલિકોપ્ટર તોડી પાડવાની ઘટના સામે ‘સેલ્ફ ડિફેન્સ’ (આત્મરક્ષણ) માં હાથ ધર્યું હતું. જ્યારે ઈરાનનો દાવો છે કે અમેરિકાએ પહેલા ઉશ્કેરણીજનક હુમલા કર્યા અને ઈરાને માત્ર તેનો જડબાતોડ જવાબ આપ્યો છે.

બંદર અબ્બાસ અને કેશમ દ્વીપ પર જોરદાર બ્લાસ્ટ

ઈરાનની(Iran) સત્તાવાર સમાચાર એજન્સીઓ ‘મેહર’ અને ‘ફારસ’ ના અહેવાલો મુજબ, વહુર્મોઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ની આસપાસના અનેક વિસ્તારો પ્રચંડ ધડાકાઓથી ગુંજી ઉઠ્યા છે:

દક્ષિણ ઈરાનના વ્યૂહાત્મક રીતે અતિ મહત્વના ગણાતા કેશમ દ્વીપ અને બંદર અબ્બાસ બંદરગાહ (Port) ની આસપાસ શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા છે.

આ ગંભીર પરિસ્થિતિને કારણે હોર્મોઝગાન પ્રાંતના અનેક હિસ્સાઓમાં કટોકટી (Emergency) જાહેર કરવામાં આવી છે.

સીરિક શહેરમાં પણ એક મોટું સૈન્ય પ્રોજેક્ટાઈલ પડવાની પુષ્ટિ થઈ છે.

રડાર અને એર ડિફેન્સ સિસ્ટમ પર પ્રહાર

અમેરિકન મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે યુએસ આર્મીએ હોર્મુઝ સ્ટ્રેટ નજીક આવેલા ઈરાનના(Iran) એર ડિફેન્સ સિસ્ટમ અને રડાર ઠેકાણાઓને બોમ્બમારો કરીને ભારે નુકસાન પહોંચાડ્યું છે.

સામે પક્ષે તેહરાનનું સૈન્ય નેતૃત્વ પણ ખાડી દેશોમાંથી અમેરિકન સૈન્ય હાજરીને નેસ્તનાબૂદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ઈરાને (Iran) અમેરિકાને છેલ્લી ચેતવણી આપતા સ્પષ્ટ કહ્યું છે કે, તે પોતાની સંપ્રભુતા અને સુરક્ષા સામે કોઈ પણ સમજૂતી નહીં કરે. જો અમેરિકાના હવાઈ હુમલા ચાલુ રહેશે, તો ઈરાન(Iran) પોતાના જવાબી હુમલાનો દાયરો વધુ વ્યાપક, આક્રમક અને વિનાશક બનાવશે.


આ પણ વાંચો :7.8 ની તીવ્રતાના પ્રચંડ આંચકાથી ધ્રૂજ્યું ફિલિપાઇન્સ, એરપોર્ટ બંધ અને શાળાઓમાં ભારે નુકસાન

આ પણ વાંચો : આ પાખંડનું મોટું ઉદાહરણ’, UNમાં ભારતે પાકિસ્તાનને ખંખેર્યું, અફઘાન હુમલાને ગણાવ્યો નરસંહાર

આ પણ વાંચો :ઈરાન સાથે યુદ્ધ રોકવા ટ્રમ્પ એક્ટિવ, નેતાન્યાહૂએ કહ્યું- ‘ઇરાનને પરમાણુ બોમ્બ બનાવવા નહીં દઈએ’