Mumbai News/ મેહુલ ચોક્સી PNB છેતરપિંડી કેસમાં મુંબઈ EDની મોટી કાર્યવાહી

ED એ દેશભરમાં 145 થી વધુ સ્થળોએ દરોડા પાડયા હતા

Top Stories India

Mumbai News : મેહુલ ચોક્સી PNB છેતરપિંડી કેસમાં મુંબઈ EDએ મોટી કાર્યવાહી કરી છે. જેમાં બેંક છેતરપિંડીના પીડિતો અને લેણદારોને ઝડપથી વળતર માટે ED દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. મેહુલ ચોક્સીએ PNBને હજારો કરોડનું નુકશાન કરાવ્યું હતું. જેમાં ચોકસીએ PNB બેંક સાથે ઠગાઈ કરી 6098 કરોડનું નુરશાન પહોચાડ્યુ હતું.

બાદમાં EDએ રૂ. 340 કરોડની સ્થાવર મિલકત લિક્વિડેટરને હવાલે કરી છે. જેમાં મુંબઈ, પુના, કોલકાતા અને સુરત ખાતેની મિલક્તો સોંપવામાં આવી છે. લિક્વિડેટર હવે પીડિતના લાભ માટે મુદ્રીકરણની પ્રક્રિયા હાથ ધરશે. ED એ દેશભરમાં 145 થી વધુ સ્થળોએ દરોડા પાડયા હતા.

જેમાં ગીતાંજલિ ગ્રુપ સાથે સંકળાયેલ 598 કરોડની કિંમતી ચીજ-વસ્તુ અને ઝવેરાત જપ્ત કરી હતી. તે સિવાય ગીતાંજલિ ગ્રુપની 1968 કરોડની સ્થાવર જંગમ મિલકત પણ જપ્ત કરી હતી. જેમાં બેંક ખાતા, ફેકટરી, ઝવેરાત સહિત 26 હાજર કરોડની સંપત્તિ જપ્ત કરી હતી PNB છેતરપિંડી કેસમાં ED એ કુલ ત્રણ ફરિયાદ દાખલ કરી હતી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મેહુલ ચોકસી કેસ :બોમ્બે હાઈકોર્ટના નિર્ણય સામે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં

આ પણ વાંચો:ભાગેડુ મેહુલ ચોકસીની મુશ્કેલીઓ વધી, કરોડોની છેતરપિંડી કેસમાં CBIએ બે નવી FIR કરી દાખલ

આ પણ વાંચો:મેહુલ ચોક્સીની જામીન અરજી ફગાવી, બેલ્જિયમ કોર્ટ તરફથી કોઈ રાહત નહીં