મધ્યપ્રદેશની ચૂંટણીની જંગમાં ખૂબ જ રસપ્રદ અને નવો વણાંક આવ્યો છે. સાધ્વી પ્રજ્ઞા ભાજપમાં જોડાયા ગયા છે. ત્યારથી એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગ્જ નેતા દિગ્વિજય સિંહને ભોપાલ બેઠક ટક્કર આપવા માટે ભાજપ સાધ્વી પ્રજ્ઞાને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ શિવરાજ સિંહ ચૌહાણ, રામ લાલ અને પ્રભાત ઝા સાથે મુલાકાત કર્યા પછી સાધ્વી પ્રજ્ઞા ભાજપમાં જોડાઈ ગયા છે. પાર્ટીમાં જોડાયા પછી, સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે હું સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ ગઈ છું. સાથે તેમણે એમ પણ કહ્યું કે હું ચૂંટણી લડીશ અને જીતીશ પણ.
ભાજપના વરિષ્ઠ નેતા શિવરાજ સિંહ ચૌહાણ, રામ લાલ અને પ્રભાત ઝા ને મળવા માટે બુધવારે સાધ્વી પ્રજ્ઞા બીજેપી ભોપાલની સ્થિત કાર્યાલય પહોંચી હતી. જણાવીએ કે ભોપાલ લોકસભા બેઠક 12 મી મે ના રોજ મતદાન થશે. આ બેઠકને ભાજપના ગઢ તરીકે ગણવામાં આવે છે.

આપને જણાવી દઈએ કે ભોપાલ લોકસભાની બેઠક 12 મે ના રોજ મતદાન થશે. આ બેઠકને ભાજપના ગઢ તરીકે ગણવામાં આવે છે. 2014 ની લોકસભાની ચૂંટણી દરમિયાન, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આલોક સાંજરે 7.14 લાખ મતો તેમના નામે કર્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર પી.સી. શર્માને ફક્ત 3.43 લાખ મત મળ્યા. આ વખતે કોંગ્રેસે વરિષ્ઠ પક્ષના નેતા દિગ્વિજય સિંહને આ મતવિસ્તારમાં સ્થાન અપાવ્યું છે.
