રાફેલ મુદ્દા પર પત્રકારો સાથે વાત કરતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું.રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું કે, “સરકારે એક નવી લાઇન નિકાળી છે કે અદૃશ્ય થઈ ગયા છે. રોજગાર ગાયબ થઇ ગયું છે, 15 લાખનું વચન અદૃશ્ય થઈ ગયું, રાફેલની ફાઇલ ગાયબ થઈ ગઈ.
રાહુલ ગાંધીએ પીએમ મોદી પર પ્રહારો કરતા કહ્યું, “ચોકીદારને બચાવવાના પ્રયત્નો ચાલુ છે. રાફેલના કાગળો ગાયબ થયા છે, મતલબ તે સાચા છે. રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું – રાફેલ ડીલની મોદી જી એ બાયપાસ સર્જરી કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું, “નરેન્દ્ર મોદીની ડીલના લીધે, રાફેલ વિમાનને ભારતમાં લાવવામાં વિલંબ થયો છે, જેના પુરાવા પુરાવા અમે આપીશું.”
Congress President Rahul Gandhi: Yes ofcourse take action on those involved in this missing documents case but also initiate an inquiry on PMO making parallel negotiations. #Rafale pic.twitter.com/Ka0zyIFzw9
— ANI (@ANI) March 7, 2019
રાહુલ ગાંધીએ કહ્યું, ‘ફાઇલમાં લખ્યું છે કે પીએમઓ ડીલમાં દખલ કરી રહ્યા છે. પેર્રિકરના પાસે ફાઇલ હોવાની તપાસ કરો, માત્ર પીએમની જ નહીં, પરંતુ દરેકની તપાસ કરવી જોઈએ. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને ચેલેન્જ આપતા કહ્યું કે તેઓ પોતે આ બાબતે તપાસ કેમ કરવી દેતા નથી. રાહુલ ગાંધીએ વડા પ્રધાનને પૂછ્યું કે જો તેમણે કંઈ કર્યું ન હોય, તો તેઓ જેપીસી તપાસથી શા માટે કતરાઈ રહ્યા છે.
આપને જણાવી દઈએ કે રાફેલ મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી દરમિયાન, સરકારે જાણ કરી હતી કે રાફેલના કેટલાક કાગળો ચોરાઈ ગયા છે.
