Lebanon Drone Strikes 2026: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં એક તરફ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સીધા યુદ્ધને રોકવા માટે એક મોટા ઐતિહાસિક શાંતિ કરારના અંતિમ તબક્કામાં હોવાનો દાવો કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂના એક આક્રમક પગલાએ આખી શાંતિ પ્રક્રિયા પર મોટા સવાલો ઉભા કરી દીધા છે. ઈરાન સાથે પરદા પાછળ ચાલી રહેલી વાતચીત અને હુમલા રોકવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસો વચ્ચે, ઈઝરાયલી વાયુસેનાએ અચાનક લેબેનોનના દક્ષિણ ભાગો પર ભીષણ હવાઈ હુમલા શરૂ કરી દીધા છે. આ સૈન્ય કાર્યવાહી બાદ વૈશ્વિક સ્તરે એ ચર્ચા તેજ થઈ છે કે શું નેતન્યાહૂ(Lebanon ) ફરી એકવાર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિ વ્યૂહનીતિના એજન્ડાને બગાડવાના માર્ગે ચાલી રહ્યા છે.
ટ્રમ્પની ડીલ અને ઈરાનની બેલગામ ચેતવણી
અમેરિકાની મધ્યસ્થતાને કારણે જ છેલ્લા કેટલાક (Lebanon )દિવસોથી ઈરાન અને ઈઝરાયલે એકબીજાની મુખ્ય ધરતી પર સીધા મિસાઇલો દાગવાનું બંધ કર્યું હતું. પ્રમુખ ટ્રમ્પ આ તણાવને કાયમી ધોરણે પૂરો કરવા માટે ખૂબ નજીક હતા, પરંતુ આ કરાર ફાઇનલ થાય તે પહેલા જ ઈરાને અત્યંત કડક ચેતવણી આપી દીધી છે:
તેહરાને સત્તાવાર રીતે જણાવ્યું છે કે જો ઈઝરાયલ દક્ષિણ લેબેનોનમાં(Lebanon) પોતાની આક્રમકતા ચાલુ રાખશે, તો ઈરાન ચૂપ નહીં બેસે અને ઈઝરાયલે તેનાથી પણ વધુ વિનાશક સૈન્ય કાર્યવાહીનો સામનો કરવો પડશે.
ઈરાને સ્પષ્ટ કર્યું છે કે લેબેનોન અને હિઝબુલ્લાહની સુરક્ષા તેની પોતાની સંપ્રભુતા (Sovereignty) જેટલી જ મહત્ત્વની છે.
નેતન્યાહૂની જીદ: વોશિંગ્ટનનું ટાઈમટેબલ ફગાવ્યું
ઈરાનની સીધી ધમકી બાદ પણ ઈઝરાયલના પીએમ નેતન્યાહૂ અને તેમના સંરક્ષણ મંત્રીનું વલણ અત્યંત કડક રહ્યું છે. તેમણે અમેરિકાના દબાણ અને ઈરાનની ચેતવણી બંનેને ફગાવી દેતા સ્પષ્ટ કર્યું છે કે તેઓ દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહના આતંકવાદી માળખાને નષ્ટ કરવાનું અભિયાન કોઈ પણ સંજોગોમાં રોકશે નહીં.
જોકે, તેમણે બેરૂતના રહેણાંક વિસ્તારો માટે એક નવો નિયમ રાખ્યો છે કે જો હિઝબુલ્લાહ ઈઝરાયલી સરહદ પર રોકેટ હુમલા કરશે તો જ તેઓ બેરૂત પર બોમ્બમારો કરશે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, નેતન્યાહૂ એ સ્પષ્ટ સંદેશ આપવા માંગે છે કે ઈઝરાયલની સુરક્ષાના નિર્ણયો વોશિંગ્ટનના કૂટનીતિક ટાઇમટેબલ મુજબ નહીં, પરંતુ તેમની પોતાની સૈન્ય પ્રાથમિકતાઓના આધારે જ લેવાશે.
Lebanon માં ડ્રોન હુમલાથી ભારે તબાહી
લેબેનોનની(Lebanon ) નેશનલ ન્યૂઝ એજન્સી (NNA) ના અહેવાલ મુજબ, દક્ષિણ લેબેનોનમાં થયેલા તાજેતરના હવાઈ અને ડ્રોન હુમલામાં ઓછામાં ઓછા 4 લોકોના કરુણ મોત થયા છે:
અદશિત કસબો: ઈઝરાયલી વિમાનોએ એક પોલ્ટ્રી ફાર્મને નિશાન બનાવતા તેના માલિક ઇમાદ અહેમદ યાસીનનું ઘટનાસ્થળે જ મોત થયું.
હબૌશ શહેર: ઈઝરાયલના ડ્રોન હુમલામાં ઘરની સામે ઉભેલા 16 વર્ષના કિશોર ઓસામા હસન અલ-ખાલિદનું મોત નીપજ્યું.
કફર રુમ્માન: વહેલી સવારે થયેલા ભીષણ ડ્રોન હુમલામાં અન્ય 2 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
આ ઉપરાંત, ઈઝરાયલી તોપખાના અને વાયુસેનાએ નબાતિયા, કફર સિર, સિર અલ-ઘરબિયા અને જેબચિત જેવા મહત્ત્વના શહેરો પર પણ ભારે ગોળાબારૂદ ફેંક્યો છે, જેના કારણે સરહદી વિસ્તારોમાં રહેતા હજારો નાગરિકો સુરક્ષિત સ્થળોએ હિજરત (Displace) કરવા મજબૂર બન્યા છે.
શાંતિ મંત્રણા વચ્ચે સૈન્ય દબાણની જોખમી રમત
વર્તમાન પરિસ્થિતિ જોતાં સ્પષ્ટ થાય છે કે મિડલ ઇસ્ટમાં હાલમાં કોઈ સત્તાવાર સીઝફાયર (યુદ્ધવિરામ) લાગુ નથી. અત્યારે જે સૈન્ય કાર્યવાહી થઈ રહી છે તે વાસ્તવમાં બેકચેનલ રાજકીય વાટાઘાટોનો જ એક ભાગ છે, જ્યાં બંને પક્ષો કરારની ટેબલ પર પોતાને મજબૂત સાબિત કરવા માટે જમીન પર લશ્કરી દબાણનો ઉપયોગ કરી રહ્યા છે.
ટ્રમ્પ પ્રશાસને થોડા સમય માટે આ તણાવ ઓછો કર્યો હતો, પરંતુ નેતન્યાહૂ દ્વારા લેબેનોનમાં (Lebanon ) સતત કરવામાં આવી રહેલી બોમ્બબારીએ ટ્રમ્પની આ સફળતાને જોખમમાં મૂકી દીધી છે. જો લેબેનોનમાં નાગરિકોના મોતનો સિલસિલો ચાલુ રહેશે અને હિઝબુલ્લાહ કે ઈરાને મોટો પલટવાર કર્યો, તો ટ્રમ્પની ‘ઈરાન-ઈઝરાયલ ડીલ’ પૂર્ણ થાય તે પહેલા જ મલબામાં ફેરવાઈ શકે છે.
