World News/ અફઘાનિસ્તાનમાં ઘૂસી પાકિસ્તાને કરી એર સ્ટ્રાઇક, 11 માસૂમ બાળકો સહિત 13 લોકોના કરુણ મોત

પાકિસ્તાની (Pakistan) વાયુસેનાએ અફઘાનિસ્તાનના કૂનાર, ખોસ્ત અને પક્તિકા પ્રાંતમાં ઘૂસીને ભયાનક એર સ્ટ્રાઇક કરી છે. આ હુમલામાં 11 બાળકો સહિત 13 નાગરિકોના મોત થયા છે, વાંચો તાલિબાન સરકારનો આક્રોશ.

international Top Stories World
pakistan-conduct-airstrik-inside-afghanistan

Pakistan Afghanistan Airstrikes 2026: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધોમાં વ્યાપેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચીને સીધા યુદ્ધમાં ફેરવાઈ ગયો છે. પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ (Sovereignty) નું સરેઆમ ઉલ્લંઘન કરીને તેના સરહદી પ્રાંતોમાં ભારે બોમ્બમારો (એરસ્ટ્રાઈક) કર્યો છે. અફઘાન તાલિબાન સરકારના મુખ્ય પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદ દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, પાકિસ્તાની વાયુસેનાના લડાકુ વિમાનોએ અફઘાનિસ્તાનની હવાઈ સરહદ તોડીને રહેણાંક વિસ્તારો પર અંધાધૂંધ બોમ્બ ફેંક્યા છે, જેમાં નિર્દોષ મહિલાઓ અને માસૂમ બાળકો ભોગ બન્યા છે.

Pakistanના પ્રમુખ પ્રાંતોમાં ભારે વિનાશ: 11 બાળકોના મોત

અફઘાન સરકારના પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું કે, પાકિસ્તાની (Pakistan) યુદ્ધ વિમાનોએ અફઘાનિસ્તાનના ત્રણ મુખ્ય સરહદી પ્રાંતો – કૂનાર, ખોસ્ત અને પક્તિકા ને નિશાન બનાવ્યા હતા:

પાકિસ્તાની એરફોર્સે સીધા સામાન્ય નાગરિકોના ઘરો પર બોમ્બમારો કર્યો, જેના કારણે અનેક પાકા મકાનો સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયા છે.

આ કાયરતાપૂર્ણ હુમલામાં કુલ 13 નાગરિકોના મોત નીપજ્યા છે, જેમને અફઘાન પ્રશાસન દ્વારા ‘શહીદ’ જાહેર કરાયા છે.

સૌથી વધુ હૃદયદ્રાવક બાબત એ છે કે મૃતકોમાં માસૂમ બાળકોની સંખ્યા સૌથી વધારે છે; જેમાં 11 બાળકો, 1 મહિલા અને 1 વૃદ્ધ વ્યક્તિ નો સમાવેશ થાય છે.

મૃત્યુઆંક વધવાની આશંકા: તાલિબાન સરકાર લાલઘૂમ

આ ભયાનક બોમ્બમારામાં 14 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને કાટમાળમાંથી બહાર કાઢીને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં હજુ પણ કેટલાય લોકો જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતા હોવાથી આગામી સમયમાં મૃત્યુઆંક હજુ વધે તેવી પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

આ સૈન્ય એક્શન બાદ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે પાકિસ્તાનની(Pakistan) આ હિલચાલને આંતરરાષ્ટ્રીય મંચ પર આકરા શબ્દોમાં વખોડી કાઢી છે. તેમણે પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, “અમે આ અમાનવીય અપરાધ અને ઘાતકી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ.” અફઘાનિસ્તાને આ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઘોર ઉલ્લંઘન અને સામાન્ય નાગરિકો વિરૂદ્ધ આચરવામાં આવેલો ક્રૂર ગુનો ગણાવ્યો છે.

બંને દેશો વચ્ચે અગાઉ પણ થઈ ચૂક્યા છે ભીષણ હુમલા

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન (Pakistan) અને અફઘાનિસ્તાન વચ્ચે આ વર્ષે ફેબ્રુઆરી મહિનાથી જ સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બનેલી છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) ના એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2026 ના શરૂઆતના માત્ર 3 મહિનામાં જ આ સરહદી સંઘર્ષમાં અફઘાનિસ્તાનના 372 સામાન્ય નાગરિકો જાન ગુમાવી ચૂક્યા છે અને 397 થી વધુ લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાનનો (Pakistan) દાવો છે કે તે પોતાની ધરતી પર થતા આતંકી હુમલાના જવાબમાં અફઘાનિસ્તાનમાં સક્રિય TTP (તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન) ના ઠેકાણાઓ પર હુમલા કરે છે, જ્યારે અફઘાનિસ્તાન આ આરોપોને નકારી રહ્યું છે. આ તાજા હુમલા બાદ બંને દેશો વચ્ચે સરહદ પર ભારે લશ્કરી ગતિવિધિઓ વધી ગઈ છે.


આ પણ વાંચો :અમેરિકાના હુમલા બાદ ઈરાન લાલઘૂમ, કુવૈત અને બહેરીનમાં અમેરિકી સૈન્ય મથકો પર ઝીંકી મિસાઈલો

આ પણ વાંચો : ઈરાન સાથેની શાંતિ ડીલ પહેલા ઈઝરાયલનો લેબેનોન પર મોટો હુમલા, ડોનાલ્ડ ટ્રમ્પની ચિંતા વધી

આ પણ વાંચો7.8 ની તીવ્રતાના પ્રચંડ આંચકાથી ધ્રૂજ્યું ફિલિપાઇન્સ, એરપોર્ટ બંધ અને શાળાઓમાં ભારે નુકસાન