Not Set/ ઓક્સિજન ન મળતા માતાનો જીવ બચાવવા બન્ને દિકરીઓ મોંઢેથી આપતી રહી શ્વાસ, જુઓ વીડિયો

આજે દેશમાં કોરોનાએ લોકોનાં શ્વાસ પર નિયંત્રણ કરી લીધુ છે. રોજ મોતનો આંકડો ચોંકાવી રહ્યો છે. લોકો સારવાર ન મળવાનાં કારણે હોસ્પિટલની અંદર અને બહાર મોતને ભેટી રહ્યા છે. રોજ સારવાર ન મળતા દર્દીઓનાં મોતનો વીડિયો સામે આવે છે…

Top Stories India

આજે દેશમાં કોરોનાએ લોકોનાં શ્વાસ પર નિયંત્રણ કરી લીધુ છે. રોજ મોતનો આંકડો ચોંકાવી રહ્યો છે. લોકો સારવાર ન મળવાનાં કારણે હોસ્પિટલની અંદર અને બહાર મોતને ભેટી રહ્યા છે. રોજ સારવાર ન મળતા દર્દીઓનાં મોતનો વીડિયો સામે આવે છે, ત્યારે આજે ફરી એકવાર એક એવો વીડિયો સામે આવ્યો છે જે તમારા રૂંવાટા ઉભા કરી દેશે.

પ.બંગાળ મત ગણતરી / વર્ષ 2016 માં મમતા બેનર્જીને મળી હતી જંગી જીત, શું આ વર્ષે પણ તે જાદુ રહેશે યથાવત

આપને જણાવી દઇએ કે, મેડિકલ કોલેજ બહરાઇચની સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. ગંભીર દર્દીઓ જે ઇમર્જન્સી રૂમમાં પહોંચે છે, તેમને પણ ઓક્સિજન સિલિન્ડર મળી રહ્યો નથી. બહરાઇચ જિલ્લાનો એક વીડિયો સામે આવ્યો છે. જિલ્લા હોસ્પિટલનાં ઇમરજન્સી વોર્ડમાં દાખલ માતાને ઓક્સિજનનાં અભાવ પર હોસ્પિટલનાં વહીવટીતંત્રએ હાથ ઉચા કરી દીધા હતા ત્યારે લાચાર દિકરીઓએ દુર્ગા માતાનો અવતાર લીધો અને પોતાની માતાની જિંદગી બચાવવા માટે બંને દિકરીઓએ પોતાના મોંઢાથી ઓક્સિજન આપ્યું હતું. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે, વીડિયો વાયરલ થયા પછી આ ચર્ચાનો વિષય બની ગયો હતો. સોશિયલ મીડિયા પર કડક વલણ જોવા મળતાં જિલ્લા હોસ્પિટલનાં વહીવટીતંત્રએ આ દર્દીને વોર્ડમાં દાખલ કરીને સારવાર શરૂ કરી દીધી છે. આ માર્મિક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યાં લોકો સરકાર અને સરકારી તંત્ર ઉપર અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. વળી, ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે હવે તમારે હોસ્પિટલમાં જઇને જ મરવું પડશે. ઘણા કહે છે કે, “આ લોકો સિલિન્ડર ખરીદવામાં અસમર્થ છે, પરંતુ તેમના શ્વાસ દ્વારા કુટુંબને જીવન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.”

હેલ્થ અપડેટ / દિલીપકુમારને હોસ્પિટલમાં કરાયા દાખલ, પત્ની સાયરા બાનુ જણાવી કેવી છે તબિયત

વળી એક યુઝર્સે લખ્યું છે કે, “બહરાઇચની જિલ્લા હોસ્પિટલમાં ઓક્સિજનનાંં અભાવને કારણે, એક દિકરી તેની માતાને મોંઢેથી ઓક્સિજન આપી રહી છે, હું સમજી શક્યો નહી કે રોજિંદા વિમાન અને ટ્રેનો દ્વારા લોડ કરીને મંગાવવાાં આવતી ઓક્સિજન સપ્લાય ક્યા છે?” આપને જણાવી દઈએ કે, આવી દુ:ખદ ઘટના થોડા દિવસો પહેલા આગ્રાથી બહાર આવી હતી. જ્યાં એક મહિલા પોતાના પતિનો જીવ બચાવવા માટે તેના મોઢેથી ઓક્સિજન આપવાની કોશિશમાં ઓટોમાં બેઠેલી જોવા મળી હતી. આ પછી પણ તે તેનો જીવ બચાવી શકી નહીં, હવે બહરાઈચથી પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે.