Weather Update India/ 15 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન; જાણો ક્યાં-ક્યાં પડશે ભારે વરસાદ

Rain Alert India: હવામાન વિભાગે 14 ઓગસ્ટે દિલ્હી, ગુજરાત સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. 70 કિમીની ઝડપે પવનની શક્યતા.

Top Stories India
Rain Alert India

Rain Alert India: હવામાન વિભાગે આજે, 14 ઓગસ્ટે દેશના અનેક વિસ્તારો માટે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત લગભગ 15 રાજ્યોમાં આગામી કલાકોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, પંજાબ અને છત્તીસગઢ સહિતના રાજ્યોમાં ભારે વરસાદ સાથે ગાજવીજ અને તેજ પવનની સ્થિતિ સર્જાઈ શકે છે. કેટલાક સ્થળોએ કરા પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ઉત્તરાખંડમાં 17 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી

પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં 14થી 17 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદનું અનુમાન છે. દેહરાદૂન, બાગેશ્વર અને નૈનિતાલ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદને કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને રસ્તાઓ પર અવરોધ ઊભો થવાની શક્યતા છે.

સ્થાનિક તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં તકેદારી વધારવામાં આવી છે. નદી-નાળાની નજીક ન જવા તેમજ બિનજરૂરી મુસાફરી ટાળવા લોકોને અપીલ કરવામાં આવી છે. ભૂસ્ખલનની સંભાવના ધરાવતા વિસ્તારોમાં SDRFની ટીમોને પણ તૈનાત રાખવામાં આવી છે.

મેદાની વિસ્તારોમાં પણ વરસાદનું જોર

દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત મેદાની રાજ્યોમાં પણ ભારે વરસાદ સાથે તેજ પવનની સ્થિતિ જોવા મળી શકે છે. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે ટ્રાફિક વ્યવસ્થા પર અસર થવાની શક્યતા છે. કેટલાક સ્થળોએ વૃક્ષો અને વીજ થાંભલા પડવાની ઘટનાઓ પણ બની શકે છે.

ભારે વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી અનુભવાઈ રહેલી ભેજવાળી ગરમીમાંથી રાહત મળવાની પણ શક્યતા છે.


આ પણ વાંચો:  મુંબઈથી હિમાચલ સુધી મેઘરાજાનું તાંડવ; IMD દ્વારા 18 ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી

આ પણ વાંચો: નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાણી ભરાતા રાજકારણ ગરમાયું: પ્રશાસને 30 મિનિટમાં સ્થિતિ સંભાળી

આ પણ વાંચો: દેશમાં ચોમાસાનો કહેરઃ ક્યાંક રસ્તાઓ બન્યા નદી, તો ક્યાંક ઘરોમાં ઘૂસ્યા પાણી, રેસ્ક્યૂ ઓપરેશન તેજ