National Weather Update/ મુંબઈથી હિમાચલ સુધી મેઘરાજાનું તાંડવ; IMD દ્વારા 18 ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી

દેશભરમાં ભારે વરસાદ(India heavy rain) અને ભૂસ્ખલનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. મુંબઈમાં કાટમાળ પડવાથી 7 લોકોના મોત થયા છે જ્યારે હિમાચલ પ્રદેશમાં 313 રસ્તાઓ બંધ છે. જાણો વિગતવાર અહેવાલ.

NATIONAL Top Stories India
India heavy rain

India heavy rain IMD Alert News:  દેશના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે સ્થિતિ ગંભીર બની છે. ભારે વરસાદ સાથે ભૂસ્ખલનની ઘટનાઓમાં પણ વધારો થયો છે. મુંબઈથી લઈને હિમાચલ પ્રદેશ સુધી અનેક વિસ્તારોમાં માર્ગો બંધ થયા છે અને જનજીવનને અસર પહોંચી છે. હવામાન વિભાગે આગામી દિવસો માટે પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.

મુંબઈમાં કાટમાળ પડતાં 7 લોકોનાં મોત

મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં બુધવારે(India heavy rain) વહેલી સવારે એક દુઃખદ ઘટના બની હતી. ગૌસિયા ચાલ વિસ્તારમાં ટેકરીનો મોટો કાટમાળ અચાનક ત્રણ ઘરો પર પડ્યો હતો. આ દુર્ઘટનામાં ત્રણ બાળકો સહિત છ લોકોનાં ઘટનાસ્થળે મોત થયા હતા. બાદમાં સારવાર દરમિયાન રમેશ યાદવ નામના એક વ્યક્તિનું પણ મોત થયું હતું. આ સાથે ઘટનામાં મૃત્યુઆંક વધીને સાત થયો છે. અકસ્માતમાં અન્ય સાત લોકો ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ બચાવ અને રાહત ટીમો સ્થળ પર પહોંચી હતી. કાટમાળ હટાવીને લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

India heavy rain

હિમાચલ પ્રદેશમાં 313 રસ્તાઓ બંધ

ભારે વરસાદ(India heavy rain) અને સતત ભૂસ્ખલનને કારણે હિમાચલ પ્રદેશમાં પણ સ્થિતિ મુશ્કેલ બની છે. રાજ્યમાં આશરે 313 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ થઈ ગયા છે. સૌથી વધુ અસર મંડી જિલ્લામાં જોવા મળી છે, જ્યાં 117 રસ્તાઓ બંધ છે. ચંબામાં 74, કુલ્લુમાં 60, શિમલામાં 36 અને સિરમૌરમાં 13 રસ્તાઓ બંધ હોવાનું જણાવાયું છે. વરસાદને કારણે માત્ર રસ્તાઓ જ નહીં, પરંતુ પાણી પુરવઠાની યોજનાઓ અને વીજળીના ટ્રાન્સફોર્મરને પણ નુકસાન પહોંચ્યું છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વરસાદથી કરોડોનું નુકસાન

સત્તાવાર આંકડા મુજબ, 30 જૂનથી અત્યાર સુધી હિમાચલ પ્રદેશમાં વરસાદ(India heavy rain) સંબંધિત ઘટનાઓમાં 75 લોકોનાં મોત થયા છે. જ્યારે રાજ્યને અંદાજે 911 કરોડ રૂપિયાથી વધુનું આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ભૂસ્ખલન અને માર્ગો બંધ થવાના કારણે અનેક વિસ્તારોનો સંપર્ક પણ પ્રભાવિત થયો છે. તંત્ર દ્વારા રસ્તાઓ ફરી શરૂ કરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.

અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

હિમાચલ પ્રદેશ ઉપરાંત જમ્મુ-કાશ્મીર, ઓડિશા અને રાજસ્થાન સહિતના અનેક રાજ્યોમાં પણ ભારે વરસાદની(India heavy rain) શક્યતા છે. હવામાન વિભાગે 17 અને 18 ઓગસ્ટ સુધી કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી દિવસોમાં ભારે વરસાદને કારણે ફરી ભૂસ્ખલન, પાણી ભરાવા અને રસ્તા બંધ થવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. તંત્ર દ્વારા લોકોને જોખમી વિસ્તારોમાં ન જવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો: વરસાદથી મુંબઈ ઠપ્પ! વિવિધ સ્થળોએ પાણી ભરાયા

આ પણ વાંચો: 13 દિવસની રાહ બાદ મુંબઈમાં ચોમાસાનું આગમન, દિલ્હી-યુપીમાં ભારે વરસાદનું એલર્ટ

 

આ પણ વાંચો: મુંબઈમાં વરસાદનો કહેર: રસ્તાઓ પાણીમાં ગરકાવ, અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ અને વીજળી ગુલ