Maharashtra News: મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદને કારણે મુંબઈ મેટ્રોપોલિટન રિજન, તેમજ પાલઘર, થાણે, વસઈ, નાલાસોપારા અને ભિવંડીમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે, વસાહતો પાણીથી ઘેરાયેલી છે અને રહેવાસીઓને તેમના ઘરોમાંથી બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે. વસઈમાં એક વસાહત છેલ્લા 24 કલાકથી વીજળી વગરની છે, જ્યારે હવામાન વિભાગે મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ માટે રેડ એલર્ટ જારી કર્યું છે.
થાણે, પાલઘર, વસઈ, નાલાસોપારા અને ભિવંડી સુધી, સતત મુશળધાર વરસાદ (Rain)
મહારાષ્ટ્રમાં ફરી એકવાર ચોમાસાએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવવાનું શરૂ કરી દીધું છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) થી થાણે, પાલઘર, વસઈ, નાલાસોપારા અને ભિવંડી સુધી, સતત મુશળધાર વરસાદે જનજીવનને ભારે અસ્તવ્યસ્ત કરી દીધું છે. ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે, વસાહતો ઘેરાઈ ગઈ છે અને લોકોને ઘર છોડવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ મુંબઈ (Mumbai Rain), થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. વિભાગે આગામી થોડા કલાકોમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. પાલઘર જિલ્લાના નાલાસોપારા ફાટા વિસ્તારમાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત વરસાદને કારણે, હાઇવેની નજીક આવેલો આ વિસ્તાર ઘૂંટણ સમા પાણીથી ભરાઈ ગયો છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ઘણા વાહનો ચાલકોના વાહન પણ બંધ પડી ગયા હતા.

ઘણા ટુ-વ્હીલર સવારોને રસ્તા વચ્ચે જ રોકાઈ જવું પડ્યું. રાહદારીઓને પણ પાણીમાંથી પસાર થવું પડ્યું. સ્થાનિક લોકોનું કહેવુંં છે કે પાણીના નિકાલના અભાવે દર વર્ષે ભારે વરસાદ બાદ આ પરિસ્થિતિ સર્જાય છે.
સાતિવલી રોડ: હાઇવેને જોડતો રસ્તો પણ પાણીમાં ગરકાવ
હાઇવેને જોડતો મુખ્ય રસ્તો, સાતિવલી રોડ પર પાણી બંને બાજુ પાણી ભરાઈ જવાને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. આ માર્ગ પર દરરોજ હજારો લોકો મુસાફરી કરે છે, પરંતુ વરસાદને કારણે આ મહત્વપૂર્ણ માર્ગ પર ટ્રાફિક ધીમો પડી ગયો છે. સ્થાનિક રહેવાસીઓએ વહીવટીતંત્ર પાસેથી તાત્કાલિક પાણી નિકાલની માંગ કરી છે.
વધુમાં, વસઈ પૂર્વમાં આવેલી મીઠાગર વસાહત અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહી છે. સતત વરસાદને કારણે, આખી વસાહત પાણીમાં ડૂબી ગઈ છે. મુખ્ય રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે. આનાથી આશરે 120 પરિવારોના 300 થી 400 લોકો પ્રભાવિત થયા છે. સમસ્યા ફક્ત પાણી સુધી મર્યાદિત નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા 24 કલાકથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. જેના કારણે આવશ્યક સુવિધાઓના અભાવે તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
રહેવાસીઓનું કહેવું છે કે દર વર્ષે વરસાદની ઋતુમાં આ પરિસ્થિતિ સર્જાય છે, પરંતુ તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. તેમનો આરોપ છે કે આ ભયાનક પરિસ્થિતિ હોવા છતાં, હજુ સુધી કોઈ વહીવટી ટીમ રાહત પહોંચાડવા માટે પહોંચી નથી.
ચંદનસાર કોપરી ગામ: રસ્તો ત્રણ ફૂટ પાણીમાં ડૂબ્યો
વસઈના ચંદનસાર કોપરી ગામને જોડતો મુખ્ય રસ્તો પણ પાણીમાં ડૂબી ગયો છે. આ વિસ્તારમાં લગભગ ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે સવારે કામ પર જતા લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પહાડી વિસ્તારોમાંથી પાણી સતત વધી રહ્યું હતું, જેના કારણે લોકોને પાણીમાં જીવ જોખમમાં મુકીને પસાર થવું પડ્યું હતું. ઘણા વાહનો ફસાઈ ગયા હતા, જેના કારણે ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ દર વર્ષે બનતી આવી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની તૈયારી પર સવાલ ઉઠાવ્યા હતા.
ભિવંડીના શાક માર્કેટમાં પણ ભરાયા પાણી
ભારતીય હવામાન વિભાગે મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. વિભાગના જણાવ્યા અનુસાર, આગામી થોડા કલાકોમાં ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. લોકોને પાણી ભરાયેલા વિસ્તારોથી દૂર રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલી સલાહનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.
લોકો કહે છે કે, દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા સર્જાય છે, દર ચોમાસામાં રસ્તાઓ પાણીમાં ડૂબી જાય છે, વસાહતોમાં પાણી ભરાઈ જાય છે અને કલાકો સુધી વીજળી ગુલ રહે છે, ત્યાં કાયમી ઉકેલ કેમ શોધાયો નથી? હાલમાં, મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં લોકોની સૌથી મોટી ચિંતા એ છે કે શું પાણી ભરાવાની આ સમસ્યાનો કાયમી ઉકેલ મળશે?
આ પણ વાંચો:કસ્ટોડિયલ મર્ડર કેસમાં મહારાષ્ટ્રના 9 પોલીસકર્મીઓને આજીવન કેદ
આ પણ વાંચો:મહારાષ્ટ્રના પરભણીમાં મારુતિ મંદિરનો સભા મંડપ ધરાશાયી, 5 ભક્તોના મોત, 40 દટાયા
