અફધાનિસ્તાનમાં રોકાયેલા અમેરિકા સૈનિકોની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. અમેરિકા સૈનિકોની સમયમર્યાદા 1 મેના રોજ સમાપ્ત થતી હતી પરતું અફધાનિસ્તાનના હાલત જોઇને અમેરિકા રાષ્ટ્રપતિ બાઇડેને નિર્ણય લીધો છે ,કે અમેરિકન સૈનિકોની પરત થવાની તારીખ 11 સપ્ટેમ્બરે રહેશે.
ઘણા સમયથી બાઇડેને આ મુદ્દે સંકેત આપ્યા હતા કે અફધાનિસ્તાનમાં રોકાયેલા અમેરિકન સૈનિકોની સમય મર્યાદામાં વધારો કરવામાં આવશે. અમેરિકાની ટ્રંમ્પ સરકારે તાલિબાન સાથે વાતચીત કરીને અમેરિકા સૈનિકોને અફધાનિસ્તાનમાંથી 1લી મે નાં રોજ પરત બોલાવી લેશે એવો નિર્ણય લીધો હતો. અફધાનિસ્તાનની હાલત જોઇને હાલ અમેરિકન સૈનિકોની સમય મર્યાદામાં વધારો કરવામાં આવશે એવી જાહેરાત અમેરિકા રાષ્ટ્રપતિએ કરી હતી.
