blood donation/ ભારે ગરમી અને વેકેશનના લીધે અમદાવાદમાં બ્લડ કલેકશનમાં 70 ટકા ઘટાડો

અમદાવાદમાં હાલમાં ભારે ગરમી પડી રહી છે અને તેની સાથે વેકેશન પણ ચાલી રહ્યુ છે. આના કારણે અમદાવાદમાં બ્લડ કલેકશનમાં 70 ટકા ઘટાડો નોંધાયો છે. બ્લડ કલેકશનમાં આ રીતે નોંધપાત્ર ઘટાડો થતાં અમદાવાદમાં રીતસરની લોહીની અછત વર્તાઈ રહી છે.

Gujarat Ahmedabad Breaking News

અમદાવાદઃ અમદાવાદમાં હાલમાં ભારે ગરમી પડી રહી છે અને તેની સાથે વેકેશન પણ ચાલી રહ્યુ છે. આના કારણે અમદાવાદમાં બ્લડ કલેકશનમાં 70 ટકા ઘટાડો નોંધાયો છે. બ્લડ કલેકશનમાં આ રીતે નોંધપાત્ર ઘટાડો થતાં અમદાવાદમાં રીતસરની લોહીની અછત વર્તાઈ રહી છે.

અમદાવાદમાં બ્લડ યુનિટ ઝડપથી મળતું ન હોવાથી કેટલીક સંસ્થાઓ મદદ માટે સોશિયલ મીડિયાના આશરે છે. બ્લડ બેન્ક સાથે સંકળાયેલા ડોક્ટરના જણાવ્યા મુજબ સામાન્ય રીતે દર મહિને 3,500થી 4,000 યુનિટ બ્લડ મળતું હોય છે. તેની સામે ભારે ગરમીના લીધે હાલમાં માંડ 1,200થી 1,500 યુનિટ જ લોહી મળી રહ્યું છે. અન્ય બ્લડ બેન્કોમાં પણ 60થી 70 ટકા જેટલા બ્લડ યુનિટની ઘટ પડી છે.

આના પગલે સોલા સિવિલ હોસ્પિટલ ખાતેની બ્લડ બેન્કમાં એ પોઝિટિવ અને એબી પોઝિટિવ બ્લડ ગ્રુપની ખૂબ જ અછત હોવાથી સ્વૈચ્છિક રક્તદાન કરવાની અપીલ કરતાં લખાણ જાહેરમાં લખવામાં આવ્યું છે. આ સંદર્ભમાં બ્લડ બેન્ક સાથે સંકળાયેલા ડો. હિમાની પટેલે જણાવ્યું હતું કે ગરમીના લીધે બ્લડ ડોનેશન કેમ્પ ઓછા પ્રમાણમાં યોજાઈ રહ્યા છે. એક વ્યક્તિના રક્તદાનથી ત્રણ વ્યક્તિના જીવન બચી શકે છે. તેથી હાલના સંજોગોમાં બ્લડ ડોનેટ વધુને વધુ થાય તેટલું સારું છે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો: અમદાવાદના મેઘાણીનગરમાં દિવ્યાંગ યુવતી પર ગેંગરેપ, મદદના બહાને આચર્યુ દુષ્કર્મ

આ પણ વાંચો: રાધનપુરના યુવકની હત્યા કેસમાં સેશન્સ કોર્ટે 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી

આ પણ વાંચો: વડોદરામાં સ્પાની આડમા ચાલતું દેહવ્યાપારનું કૌભાંડ પકડાયું