Sabarkantha News: શામળાજી-હિંમતનગર હાઇવે પર એક ભયાનક અકસ્માત થયો હતો, જેમાં એક કાર પલટી ગઈ હતી. ત્રણ લોકોના મોત થયા હતા અને બે ઘાયલ થયા હતા.
શામળાજી-હિંમતનગર હાઇવે પર અકસ્માતમાં ત્રણ લોકોના મોત
પ્રાપ્ત અહેવાલો અનુસાર, આજે (27 નવેમ્બર) હિંમતનગરના માથાસુલિયા ગામ નજીક શામળાજી-હિંમતનગર હાઇવે પર એક કાર પલટી ગઈ હતી, જેમાં ત્રણ લોકોના કરુણ મોત થયા હતા. ઘાયલોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

શામળાજીથી અમદાવાદ જતી કારના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા આ ભયાનક અકસ્માત થયો હતો. કારમાં સવાર લોકો અમદાવાદના હોવાનું કહેવાય છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ કરી રહી છે.
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર-શામળાજી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બે દિવસમાં થયેલા અકસ્માતોમાં સાત લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. ગઈકાલે, બુધવાર (26 નવેમ્બર) હિંમતનગર નજીક થયેલા અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા.
આ પણ વાંચો:સાબરકાંઠાના હિંમતનગરમાં અકસ્માતઃ પતરાથી કપાતા બેનાં મોત
આ પણ વાંચો:હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માતમાં બાળકીનું મોત
આ પણ વાંચો:હિંમતનગરના GIDC ઓવરબ્રિજ પાસે ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત

