Himmatnagar News: હિંમતનગરમાં સાબરડેરીથી ગઢોડા જતાં રોડ પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટર, ટેન્કર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાળકીનું મોત થયું હતું. અન્ય વાહનચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલે એ ડિવિઝન પોલીસને તેની જાણ કરી છે.
કચ્છમાં ધ્રબ ગામના રાશાપીર સર્કલ પાસે થયેલા અકસ્માતમાં ટ્રેલર અ બાઇક અથડાતા સગીરનું મોત થયું છે. સગીર બાઇક પરથી ધુબ્રથી મુંદ્રા તરફ જઈ રહ્યો હતો. 14 વર્ષીય સગીર નજીર હમજા તુર્ક બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે આડે આવતા ટ્રેલર સામે તેની બાઇક અથડાઈ હતી. પોલીસે ટ્રેલર ચાલકની અટક કરીને તપાસ હાથ ધરી છે.
આ પહેલાં દેવગઢ-બારિયાના પીપલોદ હાઇવે પર કાર-બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત થયું હતું. બાઇક ચાલક ઘટનાસ્થળે મૃત્યુ પામ્યો હતો. ગમખ્વાર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પૂરઝડપે આવેલી કારે બાઇક ચાલકને હવામાં ફંગોળ્યો હતો.
અકસ્માત બાદ કારચાલક કાર મૂકીને ફરાર થયો હતો. પોલીસે ગુનો નોંધી કાર ચાલકની તપાસ હાથ ધરી પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજ મળે તો કારચાલક ક્યાંથી આવ્યો હતો અને ક્યાં જતો હતો તે સોધવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસને કારના નંબર પરથી તેના માલિકને શોધી કાઢવાનો વિશ્વાસ છે. તેથી પોલીસ આગામી દિવસોમાં તેની ધરપકડ પણ કરે તો આશ્ચર્ય નહીં થાય.
દિવસ દરમિયાન થયેલા અન્ય અકસ્માતમાં સાબરકાંઠા જિલ્લામાં ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો હતો. બસ અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત ત્રણ લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે બે લોકોને ઇજા પહોંચી છે. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થયો હતો.
બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર, સાબરકાંઠાના હિંમતનગર-ઇડર હાઇવે પર અકસ્માતનો બનાવ બન્યો હતો. બસે રિક્ષાને ટક્કર મારી હતી. જેમાં રિક્ષા ચાલક સહિત ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બે લોકોને ઇજા થતાં તેમને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બનાવની જાણ થતાં સ્થાનિકો અને રાહદારીઓ એકઠા થઇ ગયા હતા.બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. અકસ્માતનો બનાવ બન્યો હોવાની જાણ થતાં પોલીસ પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા હતા. અકસ્માતના પગલે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.
આ પણ વાંચો:અમદાવાદના ધંધુકાના ફેદરા-પીપળી માર્ગ પર ગોઝારા અકસ્માતમાં પતિ-પત્નીનું મોત
આ પણ વાંચો:ધંધુકામાં અણિયાળી-સાલાસર રોડ પર અકસ્માતમાં વાહનચાલકનું મોત
આ પણ વાંચો:ધંધુકા નજીક ગોઝારો અકસ્માત સર્જાયો, 4 લોકોના ઘટનાસ્થળે મોત
