Surat News/ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની બહેનના બંગલામાં જુગારધામ!

સુરતના લસકાણામાં આશિર્વાદ બંગ્લોઝના નવા બંગલાના ટેરેસ પર ચાલતા કથિત જુગારધામ પર પોલીસે દરોડો (Surat Gambling Raid) પાડ્યો. સંચાલિકા સહિત 8 ઝડપાયા અને ₹2.64 લાખનો મુદ્દામાલ જપ્ત થયો.

Gujarat Top Stories Surat Breaking News
Surat Gambling Raid:નવા બંગલાના ધાબે જુગારધામ, સંચાલિકા સહિત 8 ઝડપાયા

Surat News: સુરતમાં શ્રાવણ માસ દરમિયાન ચાલતા જુગાર સામે લસકાણા પોલીસે કાર્યવાહી તેજ કરી છે. લસકાણાના આશિર્વાદ બંગ્લોઝમાં એક નવા બંગલાના ટેરેસ પર જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો (Surat Gambling Raid) પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન બંગલાની માલિક અને કથિત સંચાલિકા સહિત કુલ 8 લોકોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.

પોલીસ તપાસમાં સામે આવેલી માહિતી મુજબ, મુખ્ય સંચાલિકા તરીકે ઝડપાયેલી રસીલા ઉર્ફે રશ્મિ વેકરીયા એક જાણીતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની બહેન હોવાનું પોલીસના જણાવ્યા પ્રમાણે સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને ગંજીપાના સહિત કુલ ₹2.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

બે મહિના પહેલાં જ બંગલો બનાવ્યો, ટેરેસ પર જુગાર શરૂ કર્યાનો આરોપ

પોલીસના જણાવ્યા પ્રમાણે રસીલાબેને લસકાણાના આશિર્વાદ બંગ્લોઝમાં આશરે બે મહિના પહેલાં નવો બંગલો બનાવ્યો હતો. આ જ બંગલાના ટેરેસ પર બહારથી લોકોને બોલાવી જુગાર (Surat Gambling Raid) રમાડવામાં આવતો હોવાની માહિતી પોલીસને મળી હતી. નવા બંગલાના ટેરેસ પર જુગારનું આયોજન કરવામાં આવ્યું હોવાની બાતમી મળતાં જ પોલીસ સક્રિય થઈ હતી. પોલીસના દરોડા (Surat Gambling Raid) દરમિયાન સ્થળ પરથી 8 લોકો જુગાર રમતા મળી આવ્યા હતા.

Surat Gambling Raid: પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળી બાતમી

લસકાણા પોલીસની ટીમ વાલક પાટિયા ચાર રસ્તા નજીક પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે લસકાણાના આશિર્વાદ બંગ્લોઝ વિભાગ-4માં આવેલા મકાન નંબર 135ના ટેરેસ પર ખુલ્લામાં જુગાર રમાઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસ ટીમ ખાનગી વાહનોમાં સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ અચાનક દરોડો (Surat Gambling Raid) પાડવામાં આવતા ટેરેસ પર ગોળ કુંડાળું બનાવી જુગાર રમતા 8 શખ્સો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.

બંગલાની માલિક જ કથિત સંચાલિકા

પોલીસે ઝડપી પાડેલા લોકોમાં બંગલાની માલિક રસીલાબેન હરેશભાઈ વેકરીયાનો પણ સમાવેશ થાય છે. પોલીસે તેમને જુગારધામની મુખ્ય સંચાલિકા તરીકે દર્શાવી છે. આ ઉપરાંત હિતેશભાઈ જયસુખભાઈ ઠુમ્મર, હરેશભાઈ જેન્તીભાઈ કરગર, મુકેશભાઈ ગોવિંદભાઈ સોલંકી, ગોવિંદભાઈ છનાભાઈ પટોલીયા, અમિતભાઈ રમેશભાઈ પરમાર, મનોજભાઈ શંભુભાઈ રાઠોડ અને રસિકભાઈ હરીભાઈ ગેડીયાની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, ઝડપાયેલા મોટાભાગના લોકો રત્નકલાકાર, કડિયાકામ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્ર સાથે જોડાયેલા છે.

₹2.64 લાખનો મુદ્દામાલ જપ્ત

દરોડા (Surat Gambling Raid) દરમિયાન પોલીસે જુગારના દાવ પર મૂકવામાં આવેલી ₹5,000ની રોકડ રકમ કબજે કરી હતી. આ ઉપરાંત આરોપીઓની અંગઝડતીમાંથી ₹1.11 લાખ રોકડા મળી આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી બે iPhone 16 Pro Max સહિત કુલ 8 મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. મોબાઈલની કુલ કિંમત આશરે ₹1.48 લાખ હોવાનું જણાવાયું છે.આ ઉપરાંત 52 નંગ ગંજીપાના પણ કબજે કરવામાં આવ્યા છે. આમ, રોકડ અને અન્ય વસ્તુઓ સહિત પોલીસે કુલ ₹2.64 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

8 આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી

સમગ્ર કાર્યવાહી બાદ લસકાણા પોલીસે તમામ 8 આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા કેસની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે આ જુગારધામ કેટલા સમયથી ચાલતું હતું, તેમાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે નહીં અને અહીં નિયમિત રીતે જુગાર રમાડવામાં આવતો હતો કે કેમ તે સહિતના મુદ્દાઓની તપાસ કરી રહી છે.

પોલીસની કાર્યવાહીથી શ્રાવણીયા જુગાર પર સકંજો

શ્રાવણ મહિનામાં જુગાર (Surat Gambling Raid)ના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને બાતમીના આધારે દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. લસકાણા વિસ્તારમાં નવા બંગલાના ટેરેસ પર ચાલતા કથિત જુગારધામ સામેની આ કાર્યવાહી પણ એ જ કડીનો ભાગ છે.


આ પણ વાંચો:સુરતની હોટેલમાં જુગારધામનો પર્દાફાશ, 29 ઝડપાયા; ₹24.13 લાખનો મુદ્દામાલ જપ્ત

આ પણ વાંચો:સુરતમાં SMCના જુગારધામ પર દરોડા, કરોડોનો મુદ્દામાલ જપ્ત કરાયો

આ પણ વાંચો:નાના ગોરૈયામાં જુગારધામ પર બજાણા પોલીસનો દરોડો: રૂ.11.98 લાખના મુદ્દામાલ સાથે 11 જુગારીઓ ઝડપાયા