Entertainment News : બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખ (Riteish Deshmukh) અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના ડાઉન-ટુ-અર્થ (Down-to-earth)સ્વભાવ અને પાપારાઝી સાથેના મનોરંજક વીડિયોને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ તાજેતરમાં મુંબઈમાં એક એવી ઘટના ઘટી, જેનાથી રિતેશ દેશમુખ અને એક ફોટોગ્રાફર વચ્ચેનો અનોખો સંબંધ સામે આવ્યો છે.
રિતેશે પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી એક પાપારાઝી (Paparazzi)ફોટોગ્રાફરનો આભાર માન્યો છે અને તેનું નાનું ઉધાર ચૂકવવા માટે લોકોને તે વ્યક્તિની વિગતો શોધવા અપીલ કરી છે.રેસ્ટોરન્ટ બહાર ઘટેલી આ ઘટનાનો કિસ્સો હાલ ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો રિતેશના આ પ્રામાણિક વર્તનના વખાણ કરી રહ્યા છે.
Riteish Deshmukh : બાળકોએ મદદ માંગી પણ ખિસ્સું ખાલી હતું!
રવિવારે રિતેશ દેશમુખ પત્ની જેનેલિયા ડિસોઝા (Genelia D’Souza)સાથે મુંબઈની એક જાણીતી રેસ્ટોરન્ટમાં ડિનર માટે પહોંચ્યો હતો. તેઓ જેવા બહાર નીકળ્યા કે તરત જ ફોટોગ્રાફર્સે તેમને ઘેરી લીધા હતા.એ જ સમયે કેટલાક ગરીબ બાળકો રિતેશ પાસે આવ્યા અને મદદ માટે વિનંતી કરવા લાગ્યા. રિતેશે મદદ કરવા માટે ખિસ્સામાં હાથ નાખ્યો, પરંતુ તે સમયે તેમની પાસે રોકડ (Cash) નહોતી.એક્ટરને મૂંઝવણમાં જોઈને ત્યાં હાજર એક પાપારાઝી ફોટોગ્રાફરે તરત જ પોતાના ખિસ્સામાંથી રોકડા પૈસા કાઢી રિતેશ વતી તે બાળકોને આપી દીધા.
સોશિયલ મીડિયા પર ચાહકોએ કર્યા મુક્તકંઠે વખાણ
ઘટના બન્યા બાદ રિતેશે તે ફોટોગ્રાફરનો આભાર તો માન્યો, પણ ઘરે પહોંચીને તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તે પાપારાઝીનો ફોટો શેર કર્યો હતો. રિતેશે લખ્યું કે, “ભાઉ, તમારો ખુબ ખુબ આભાર. કૃપા કરીને મને આ ભાઈનો કોન્ટેક્ટ નંબર શોધવામાં મદદ કરો. તેમણે મારા તરફથી બાળકોને મદદ કરી હતી અને મારે તેમનું આ ઉધાર ચૂકવવું છે.”
વર્કફ્રન્ટની વાત કરીએ તો રિતેશ દેશમુખ છેલ્લે મરાઠી ઐતિહાસિક ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજના રોલમાં અને કોમેડી ફિલ્મ ‘ધમાલ 4’ માં જોવા મળ્યો હતો. પરંતુ સોશિયલ મીડિયા પર તેની આ નાની પણ દિલ જીતી લે તેવી પહેલે લોકોના દિલ જીતી લીધા છે.
આ પણ વાંચો :વિપુલ અમૃતલાલ શાહ અને અક્ષય કુમારની એલિયન એક્શન થ્રિલર ‘સમુક’નું શૂટિંગ શરૂ
આ પણ વાંચો :સુનીતા સાથેના છૂટાછેડાના વિવાદ વચ્ચે ગોવિંદાનું કડક વલણ; અફવાઓ ફેલાવનારાઓ સામે જાહેર કરી નોટિસ
આ પણ વાંચો :‘વારાણસી’ 50 ભાષામાં થશે ડબ, ડબિંગ માટે લેવાશે 1500 થી વધુ કલાકારોના અવાજના સેમ્પલ!
