Lifestyle/ ફ્રેન્ચ ફ્રાઈઝ અને અન્ય સ્નૅક્સ પર ભભરાવવા માટે બનાવો ટેસ્ટી-ટેસ્ટી પેરી-પેરી મસાલા..!

જો આ ઘરે બનાવેલા પેરી-પેરી મસાલા (Peri-Peri Masala Recipe)ને સૂકા એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખેલો હશે તો આરામથી 6 મહિના સુધી વાપરી શકાય છે…

Trending Food Lifestyle
Peri-Peri Masala Recipe....ઘરે જ રેસ્ટૉરન્ટ જેવી મજા માણો!

Lifestyle: માર્કેટમાં ઉપલબ્ધ પેરી-પેરી મસાલાના સ્થાને તમે ઘરે જ હોમમેઇડ ચટપટો મસોલો (Peri-Peri Masala Recipe) તૈયાર કરી શકો છો. કેટલાક સરળ મસાલાની મદદથી આ પેરી-પેરી મસાલો બનાવવાનું એટલું ઈઝી છે કે વાત ના પૂછો! યોગ્ય રીતે સ્ટૉર કરવાથી એ કેટલાય મહીના સુધી ચાલી શકે છે.

પેરી-પેરી મસાલા ભજીયા, પકોડા, ફ્રેન્ચ ફ્રાઇઝ, પૉપકોર્ન અને અન્ય સ્નૅક્સ (French fries, Popcorn and other snacks)ના સ્વાદને અનેકગણો વધારી દે છે. મોટાભાગના લોકો એને બજારમાંથી ખરીદવાનું પસંદ કરતા હોય છે પરંતુ તમે એને ઘરે જ બનાવવાની રેસિપી (Peri-Peri Masala Recipe) ફૉલો કરીને સરળતાથી તૈયાર કરી શકો છો. આ મસાલાની વિશેષ બાબત એ છે કે એક વાર એને બનાવીને મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય છે. હવે જો તમે પણ છો પેરી-પેરીના ચાહક…તો ફૉલો કરો આ રેસિપીને…

શી રીતે બનાવશો પેરી-પેરી મસાલો? (Homemade Peri-Peri Masala Recipe)

પેરી-પેરી મસાલો બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

રી-પેરી મસાલો બનાવવા માટે સામગ્રી

સામગ્રી

2 મોટી ચમચી ઓનિયન પાવડર

1 મોટી ચમચી આદુનો પાવડર (સૂંઠ)

2 મોટી ચમચી ગાર્લિક પાવડર

2 મોટી ચમચી પેપ્રિકા પાવડર અથવા કશ્મીરી લાલ મરચું

1 મોટી ચમચી મિક્સ હર્બ્સ

1 નાની ચમચી સંચળ

1 મોટો ચમચો આમચૂર

1 મોટી ચમચી લાલ મરચું પાવડર

1 મોટી ચમચી ચિલી ફ્લૅક્સ

1 મોટી ચમચી સૂકી પાર્સલે અથવા ઓરેગાનો

peri-peri masala

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ એક પ્લેટ અથવા તો બાઉલમાં ઓનિયન પાવડર, સૂંઠ, ગાર્લિક પાવડર, પેપ્રિકા પાવડર, મિક્સ હર્બ્સ (Onion powder, Ginger powder, Garlic powder, Paprika powder, Mixed herbs) અને સંચળ ઉમેરો.

2. ત્યાર બાદ એમાં આમચૂર પાવડર અને લાલ મરચું પાવડર મિક્સ કરી લો.

3. આ મિશ્રણને મિક્સરના જારમાં ચિલી ફ્લૅક્સ અને પાર્સલે (Chili flakes and Parsley) ઉમેરીને તમામ વસ્તુઓને સારી રીતે વાટી લો. પાર્સલેના સ્થાને તમે ઑરેગાનો (Oragano) પણ વાપરી શકો છો.

તો તૈયાર છે તમારો પેરી-પેરી મસાલો…એને એક સ્વચ્છ અને એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખવો.

શી રીતે વાપરશો આ મસાલો?

આ ઘરે બનાવેલા પેરી-પેરી મસાલા (Homemade Peri-Peri Masala Recipe)ને તમે ફ્રેન્ચ ફ્રાયઝ, આલુ વેજીઝ, પૉપકોર્ન, સેન્ડવીચ, પાસ્તા, મૅગી, પકોડા, વેફર અથવા કોઈ પણ સ્નૅક્સ પર છાંટીને ઉપયોગમાં લઇ શકો છો. જો એને સૂકા એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખેલો હશે તો આરામથી 6 મહિના સુધી વાપરી શકાય છે.


આ પણ વાંચો : વજન ઘટાડવા માટે સ્પેશ્યલ હન્ગ કર્ડ સેન્ડવીચ રેસિપી….દહીંથી બનાવો હૅલ્ધી નાસ્તો…

આ પણ વાંચો : રાત્રે આ મસાલાનું પાણી પીવાથી મીણની જેમ ઓગળશે શરીરની ચરબી: જાણો વજન ઘટાડવાની સૌથી સરળ અને અસરકારક રીત!

આ પણ વાંચો : ન ઘઉંનો લોટ કે ન મેંદો…બનાવો આ ફૂલેલી સફેદ હૅલ્ધી પૂરીઓ…બ્રેકફાસ્ટ માટે સોજીની મસાલા પૂરી રેસિપી..!