Lifestyle/ ન ઘઉંનો લોટ કે ન મેંદો…બનાવો આ ફૂલેલી સફેદ હૅલ્ધી પૂરીઓ…બ્રેકફાસ્ટ માટે સોજીની મસાલા પૂરી રેસિપી..!

Suji Masala Puri (સોજીની મસાલા પૂરી)ને ગરમાગરમ બનાવીને ચા સાથે સર્વ કરી શકો છો. આ મજેદાર હૅલ્ધી નાસ્તાથી શિયાળામાં ક્ષુધાગ્નિ સંતોષાશે અને સ્વાદ પણ!!

Trending Food Health & Fitness Lifestyle
Suji Masala Puri, સોજીની મસાલા પૂરી, શિયાળા, હૅલ્ધી, રેસિપી

Lifestyle: ઘઉંના લોટનો કે મેંદા (Wheat Flour or Maida)નો ઉપયોગ કર્યા વિના પણ સરસ સફેદ પૂરીઓ બની શકે છે અને ઘણી હૅલ્ધી, કરારી તથા સ્વાદિષ્ટ (Healthy, Crispy & Tasty) પણ લાગે છે. આ માટે તમારે કેવળ જોઇશે સોજી અને અન્ય થોડી સામગ્રી….તમે નાસ્તા માટે સોજીની મસાલા પૂરી (Suji Masala Puri)ને બનાવીને સ્ટોર પણ કરી શકો છો અને દિવસો સુધી ખાઇ શકો છો! તો ચાલો ફટાફટ જોઇ લઇએ સોજીની મસાલા પૂરી (White Suji Masala Puri Recipe) બનાવવાની સામગ્રી અને વિધિ અંગે…

ઠંડીમાં બ્રેકફાસ્ટમાં શું બનાવશો?

દરરોજનો સવારનો નાસ્તો બનાવવો એ સમય માગી લેતું કામ છે અને કામકાજી મહિલાઓ કે ઘરથી દૂર જોબ લઇને એકલા રહેતા યુવક-યુવતીઓને બ્રેકફાસ્ટ (Breakfast)માં જો કશુંક હૅલ્ધી અને વળી પાછું ટેસ્ટી ખાવું હોય તો એ ક્યારેક માથાનો દુ:ખાવો લાગે છે! રોજ-રોજ બહારનું ખાવું એ સ્વાસ્થ્ય માટે સારું પણ નથી ગણાતું.

વળી, શિયાળા (Winter)માં રાત્રે અને ખાસ કરીને સવાર-સવારમાં મીઠી ઊંઘ આવતી હોય છે અને ઘણી વાર ઑફિસ જવાનું મોડું થતું હોય ત્યારે બ્રેકફાસ્ટ બનાવવાનો સમય પણ નથી રહેતો! આ ઉપરાંત, જ્યારે પણ ઘરે મહેમાન અચાનક આવી જાય ત્યારે નાસ્તામાં શું આપવું એની પણ મૂંઝવણ થતી હોય છે. તો આવા સમયે તમે સોજીની મસાલા પૂરી (Suji Masala Puri)ને ગરમાગરમ બનાવીને ચા સાથે સર્વ કરી શકો છો. આ મજેદાર નાસ્તાથી ક્ષુધાગ્નિ પણ સંતોષાશે અને સ્વાદ પણ!!

Suji Masala Puri, સોજીની મસાલા પૂરી, શિયાળા, હૅલ્ધી, રેસિપી

શિયાળામાં સોજીની મસાલા પૂરીની રેસિપી (Suji Masala Puri Recipe)

શિયાળામાં ગરમાગરમ અને તળેલી વાનગીઓ (Fried Dishes) ખાવાની ઘણી જ મજા પડે છે! પૂરીઓ મોટા ભાગે ઘઉંનો લોટ અથવા તો મેંદાથી જ તૈયાર કરવામાં આવતી હોય છે પરંતુ જો તમે કોઇ હૅલ્ધી ઓપ્શનની શોધમાં છો તો આ પૂરીઓ (Suji Masala Puri) તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ રહેશે.જો તમે નાસ્તામાં કશુંક ટેસ્ટી અને હૅલ્ધી (Tasty & Healthy) ખાવા માગતા હો તો લોટ કે મેંદાના ઉપયોગ વિના પણ પૂરી બનાવી શકો છો.

બાળકોની પણ મનપસંદ પૂરી

તમે સોજી લઇને એમાં થોડા મસાલા ઉમેરીને અત્યંત સ્વાદિષ્ટ પૂરીઓ (Suji Masala Puri) બનાવી શકો છો. આ પૂરીઓને તમે નાસ્તામાં, લંચમાં કે ડિનરમાં સર્વ કરી શકો છો અને એને ખાતાવેંત બધા જ તમારી પાક કળાના વખાણ કરશે! તમારા બાળકો (Children)ને પણ આ પૂરીનો સ્વાદ અવશ્ય ભાવશે જ! વિશેષતા એ છે કે સોજીની મસાલા પૂરીઓ બનાવવી અત્યંત સરળ છે અને તમે ગણતરીની સામગ્રી વડે જ ટેસ્ટી નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો.

શી રીતે બનાવશો સફેદ સોજીની મસાલા પૂરીઓ?

સોજીની મસાલા પૂરીઓ (Suji Masala Puri) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Suji Masala Puri, સોજીની મસાલા પૂરી, શિયાળા, હૅલ્ધી, રેસિપી

સામગ્રી

1 કપ સોજી

1 કપ ચોખાનો લોટ

2 ચમચી ચિલી ફ્લેક્સ

1 ચમચી કસૂરી મેથી અથવા ઝીણી સમારેલી કોથમીર

1 ચમચી ગરમ મસાલો

1 ચમચી તેલનું મોણ

આવશ્યકતા અનુસાર ગરમ પાણી

સ્વાદાનુસાર મીઠું

તળવા માટે ઘી કે તેલ

Suji Masala Puri, સોજીની મસાલા પૂરી, શિયાળા, હૅલ્ધી, રેસિપી

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ સોજી (Suji)ને મિક્સરમાં બારીક પીસી દેવી. હવે એમાં ચોખાનો લોટ (Rice Flour) ઉમેરો અને બંનેને મિક્સ કરી લો.

2. સોજી અને ચોખાના લોટમાં હવે સ્વાદાનુસાર મીઠું, વાટેલા લાલ મરચાં અથવા ચિલી ફ્લેક્સ (Chili flakes), ઝીણી સમારેલી કોથમીર કે મસળેલી કસૂરી મેથી તથા ગરમ મસાલો ઉમેરો.

3. હવે ગરમ પાણીનો ઉપયોગ કરીને નરમ લોટ બાંધી લો. સોજી અને ચોખા બંને પાણી શોષે છે એથી લોટ થોડો નરમ જ બાંધવો, થોડી વાર પછી એની કન્સિસ્ટન્સી પૂરીના નોર્મલ લોટ જેવી યોગ્ય થઇ જશે!

4. ઓછામાં ઓછા 15 થી 20 મિનિટ સુધી લોટને ઢાંકીને રાખી મૂકવો. જ્યારે સેટ થશે ત્યારે સોજી અને ચોખાનો લોટ ફૂલી જશે! હવે એની ઉપર 1 ચમચી તેલ રેડીને એને સરસ રીતે મસળી લો.

5. ઘી અથવા તેલ (Ghee or Oil)ને તાવડીમાં ગરમ કરવા મૂકી દો.

6. હવે ચોખા કે મેંદાનું અટામણ લઇને એ પૂરીઓને વણી લેવી.

7. તેલ ગરમ થાય એટલે આ પૂરીઓને નોર્મલ પૂરીઓ તળીએ એ રીતે જ ફ્રાય કરી લેવી.

8. આ પૂરીઓમાં જે સાદા મસાલા ભેળવેલા છે એનાથી એની ફ્લેવર અને લુક એકદમ મસ્ત લાગે છે!

તો તૈયાર છે તમારી ગરમાગરમ સ્વાદિષ્ટ સોજીની મસાલા પૂરી (Suji Masala Puri)ને…તમે ચા સાથે કે અથાણા અથવા કોઇ શાક સાથે એની મજા માણી શકો છો!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બથુઆ પૂરી…ભાજીનું પોષણ અને બટાટાનો મસાલેદાર કરારો ટેસ્ટ, હૅલ્ધી-ક્રિસ્પી ફટાફટ રેસિપી…

આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો હૅલ્ધી પાલખ ચીલા, આ રહી ફટાફટ બ્રેકફાસ્ટ રેસિપી…!

આ પણ વાંચો: ચોખાના લોટની પૂરી…ન ઘઉંનો લોટ…ન મેંદો જોઇશે…ફટાફટ નોંધી લો શિયાળાની હૅલ્ધી રેસિપી…