Lifestyle/ પંજાબી ઢાબા સ્ટાઈલ આલુ પરોઠા બનાવો…શિયાળાની જબરદસ્ત રેસિપી..!!

Dhaba Style Aloo Paratha (પંજાબી ઢાબા સ્ટાઈલ આલુ પરોઠા) નો સ્વાદ તો ક્યારેય ભૂલી શકાતો નથી! અહિં એની ઓથેન્ટિક રેસિપી તમારા માટે પ્રસ્તુત છે…

Trending Food Lifestyle
Dhaba Style Aloo Parotha, ઢાબા સ્ટાઈલ આલુ પરોઠા, રેસિપી

Lifestyle: ઢાબા સ્ટાઈલ આલુ પરોઠા (Dhaba Style Aloo Paratha)…શિયાળાની ઋતુ બરાબર જામી છે અને સ્વાદના શોખીન લોકો માટે તો આ આશીર્વાદ સ્વરુપ સિઝન ગણાય છે કારણ કે ઠંડીની ઋતુમાં પાચન (Digestion) પણ સારું થાય છે અને ભૂખ પણ કકડીને લાગે છે! વળી, માર્કેટમાં ભાત-ભાતના શાકભાજી (Vegetables) પણ ઉપલબ્ધ હોય છે આથી જુદી-જુદી ગરમાગરમ રેસિપી (Recipe) બનાવવાનું પણ આસાન બની જાય છે. જો તમે પણ સ્વાદના શોખીન હો તો તમારા માટે અત્રે પ્રસ્તુત છે પંજાબી ઢાબા સ્ટાઈલ આલુ પરોઠા (Dhaba Style Aloo Paratha)ની રેસિપીને એક વાર અવશ્ય બનાવીને જો જો…

પરોઠા બનાવવાની સરળ પદ્ધતિ

આજકાલ, ભાગદોડભરી દિનચર્યામાં રસોડા (Kitchen)નું કામ પણ ઘણું ટેન્શન વાળું બની જાય છે. સવારમાં ઉઠતા વેંત, બાળકોનું દૂધ અને ટિફિન (Lunch Box), ઑફિસ જતા લોકો માટે ગરમ ચા-કૉફી અને નાસ્તો (Tea-Coffee, Breakfast) બનાવવો ઉપરાંત, આખો દિવસ લંચ અને ડિનર (Lunch & Dinner) તૈયાર કરવું એ તમામ કાર્ય સરળ નથી. વિશેષ કરીને જ્યારે પરોઠા બનાવવાની વાત હોય, ત્યારે તો ગૃહિણીઓને એ ઘણો સમય માંગી લેતુ કાર્ય (Time Consuming) પ્રતીત થાય છે. પણ આ રીતે જો તમે પરોઠા (Dhaba Style Aloo Paratha) બનાવશો તો હંમેશા આ જ રેસિપીથી સરળ રીતે બનાવવાનું પસંદ કરશો!

Dhaba Style Aloo Parotha, ઢાબા સ્ટાઈલ આલુ પરોઠા, રેસિપી

ઠંડી (Winter Season) શરુ થઇ ગઇ છે અને સૌને હવે આ મજાની ઋતુમાં ભાત-ભાતનું ખાવાની ઇચ્છા થાય એ સ્વાભાવિક છે. સૌથી વધારે મજા જુદી-જુદી જાતના પરોઠા ખાઇને આવે છે જેમ કે, આલુ પરોઠા, કોબીજ પરોઠા, મૂળાના પરોઠા, મેથી પરોઠા, પાલખ પરોઠા, ઓટ્સ પરોઠા (Aloo Paratha, Mooli Paratha, Methi Paratha, Palak Paratha) વગેરે…પરંતુ તમને જણાવી દઇએ કે, આલુ પરોઠા તો બધા જ બનાવતા હોય છે પણ એનો પરંપરાગત સ્વાદ નથી મળતો ત્યારે ખાવાની મજા આવતી નથી! પંજાબી ઢાબા સ્ટાઈલ આલુ પરોઠાની ઓથેન્ટિક રેસિપી (Dhaba Style Aloo Paratha Recipe)આજે અહિં તમારા માટે પ્રસ્તુત છે…

પંજાબી ઢાબા સ્ટાઈલ આલુ પરોઠા (Dhaba Style Aloo Paratha) ની રેસિપી

પંજાબી ઢાબા સ્ટાઇલ આલુ પરોઠાની તો વાત જ કંઇક ઓર છે! તમે ઘરે તો અનેક વાર આલુ પરોઠા બનાવ્યા હશે પણ ક્યાંક ફરવા ગયા હો, અને હાઇ-વેના ઢાબા પર ખાધેલાં આલુ પરોઠાનો સ્વાદ તો ક્યારેય ભૂલી શકાતો નથી! પણ રોજ-રોજ ઢાબાના આલુ પરોઠા ખાવા સંભવ નથી તો પછી શું કરવું? ચિંતા ન કરશો, અમે તમારા માટે એ જ, ઢાબાની મહેક અને સ્વાદ વાળા આલુ પરોઠા (Dhaba Style Aloo Paratha)ની રેસિપી લઇને આવ્યા છીએ, જેને ખાઇને તમને ઢાબાનો સ્વાદ (Taste) ચોક્કસ યાદ આવી જશે!

Dhaba Style Aloo Parotha, ઢાબા સ્ટાઈલ આલુ પરોઠા, રેસિપી

શી રીતે બનાવશો ઢાબા સ્ટાઈલ આલુ પરોઠા?

ઢાબા સ્ટાઈલ આલુ પરોઠા (Dhaba Style Aloo Paratha) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી

2 કપ ઘઉંનો લોટ

4 બાફેલા બટાટા

1 ઝીણી સમારેલી ડુંગળી

2 ઝીણા સમારેલા લીલા મરચા

1 ટી સ્પૂન લાલ મરચું

1 ટી સ્પૂન ધાણા પાવડર

1 ટી સ્પૂન જીરુ પાવડર

1 ટી સ્પૂન ગરમ મસાલો

1/2 ટી સ્પૂન હળદર

1 ટી સ્પૂન આમચૂર પાવડર

1 ટી સ્પૂન ઝીણી સમારેલી કોથમીર

સ્વાદાનુસાર મીઠું

Dhaba Style Aloo Parotha, ઢાબા સ્ટાઈલ આલુ પરોઠા, રેસિપી

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ ઘઉંના લોટ (Wheat Flour)માં મીઠું અને પાણી નાખીને સરસ રીતે બાંધીને તેલથી કેળવી લો. તમે ઇચ્છો તો ઇલાસ્ટીસિટી માટે ચોથા ભાગનો મેંદો (Maida) પણ ઉમેરી શકો છો.

2. હવે 4 મોટા બટાટાને પાણીમાં મીઠું નાખીને બાફી લેવા.

3. હવે આ બાફેલા બટાટા (Boiled Potatoes)ને સહેજ ઠંડા કરીને છોલીને એનો છૂંદો કરી લો કે પછી છીણી લો.

4. અત્રે ધ્યાન રાખવું કે બાફેલા બટાટા થોડાક ગરમ હોય ત્યારે જ એમને છોલીને મૅશ કરવા.

5. હવે એક બાઉલમાં મૅશ કરેલા બટાટા, લીલા મરચાં, કોથમીર, ધાણા અને જીરુ પાવડર, મીઠું (Salt), આમચૂર પાવડર, ગરમ મસાલો, હળદર અને લાલ મરચું ઉમેરો.

6. આ તમામ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો. આલુ પરોઠા માટેનો મસાલો તૈયાર છે.

7. લોટના મીડિયમ લુવા બનાવીને સહેજ વણી લો. હવે એમાં થોડું તેલ લગાવી ઉપર મીઠું-મરચું ભભરાવી દો.

8. હવે આલુ પરોઠાનો મસાલો ભરીને વાળી લો અને એમાં થોડું અટામણ લગાવીને હળવા હાથે વણી લો.

9. હવે તવો ગરમ થાય એટલે એને તેલ કે ઘી (Ghee)થી ગ્રીસ કરીને પરોઠાને બંને તરફથી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી શેકી લો.

10. શેકતી વખતે વચ્ચે-વચ્ચે દબાવીને શેકતા જવું અને જરુર જણાય તો ઘી ઉમેરવું.

તો તૈયાર છે તમારા ગરમાગરમ પંજાબી સ્ટાઈલ ઢાબા વાળા આલુ પરોઠા (Dhaba Style Aloo Paratha)…જેને તમે બટર, ચટણી, દહીં કે ચા (Butter, Chutney, Curd or Tea) સાથે સર્વ કરી શકો છો. શિયાળાની ઠંડી મોસમમાં એની લહેજત માણવાની મજા જ કંઇ ઓર છે!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: માત્ર 5 મિનિટમાં બનશે 50 પરોઠા…કોઈ ખાસ મહેનત વિનાની ઝટપટ રેસિપી…આ સિક્રેટ ટ્રિક્સ ફૉલો કરો!

આ પણ વાંચો: મૂળાના મસ્ત તીખા પરોઠા…ફાટે નહિં એની સિક્રેટ ટ્રિક…તો બનાવો ફટાફટ, મૂળા પરોઠા રેસિપી..!