Lifestyle/ માત્ર 5 મિનિટમાં બનશે 50 પરોઠા…કોઈ ખાસ મહેનત વિનાની ઝટપટ રેસિપી…આ સિક્રેટ ટ્રિક્સ ફૉલો કરો!

આ ટ્રિક્સને અપનાવીને બનતા પરોઠા સ્વાદમાં તો લાજવાબ હશે અને પોષણથી પણ ભરપૂર હશે! આમાં તમારે લોટ બાંધવાની ઝંઝટ કરવાની પણ જરુર નહિં પડે…

Lifestyle Tips & Tricks Food Trending

Lifestyle: સવાર-સવારમાં પરોઠા (Parotha) બનાવવાનું કાર્ય મહેનત અને સમય માગી લે એવું હોય છે. આ સરળ ટિપ્સ (Tips)થી તમે કોઈ જાતની વિશેષ મહેનત વિના કેવળ 5 મિનિટમાં 50 જેટલા પરોઠા તૈયાર કરી શકશો!! અસંભવ લાગે છે? પણ શક્ય છે. શરત એટલી કે, તમારે અહિં દર્શાવેલી ટ્રિક્સ (Tricks)ને અનુસરવાની રહેશે. આ માટે તમારે ઘઉંના લોટનું ઘટ્ટ મિશ્રણ બનાવવાનું રહેશે અને એને તવા પર ફેલાવીને પરોઠા શેકી લેવાના રહેશે. તો ચાલો જોઇએ, આ ઝટપટ બનતી ટેસ્ટી અને હૅલ્ધી રેસિપી..

આજકાલ, ભાગદોડભરી દિનચર્યામાં રસોડા (Kitchen)નું કામ પણ ઘણું ટેન્શન વાળું બની જાય છે. સવારમાં ઉઠતા વેંત, બાળકોનું દૂધ અને ટિફિન (Lunch Box), ઑફિસ જતા લોકો માટે ગરમ ચા-કૉફી અને નાસ્તો (Tea-Coffee, Breakfast) બનાવવો ઉપરાંત, આખો દિવસ લંચ અને ડિનર (Lunch & Dinner) તૈયાર કરવું એ તમામ કાર્ય સરળ નથી. વિશેષ કરીને જ્યારે પરોઠા બનાવવાની વાત હોય, ત્યારે તો ગૃહિણીઓને એ ઘણો સમય માંગી લેતુ કાર્ય (Time Consuming) પ્રતીત થાય છે. લોટ બાંધવો, સ્ટફિંગ (Stuffing) ભરવું અને વણી-વણીને શેકવા! જ્યારે ઘણા બધા પરોઠા બનાવવાના હોય, ત્યારે આટલો સમય સ્વાભાવિક રીતે કોઈ પાસે નથી હોતો! પરંતુ, હવે એક સિક્રેટ રીત છે જેને અપનાવીને તમે ફટાફટ પરોઠા બનાવી શકો છો. અને એક-બે નહિં પરંતુ, 50 જેટલા પરોઠા તમે ફક્ત 5 મિનિટમાં જ તૈયાર કરી શકો છો. આ ટ્રિક્સને અપનાવીને બનતા પરોઠા સ્વાદમાં તો લાજવાબ હશે અને પોષણથી પણ ભરપૂર (Tasty & Healthy) હશે! આમાં તમારે લોટ બાંધવાની ઝંઝટ કરવાની પણ જરુર નહિં પડે, ફક્ત બૅટર (Batter) તૈયાર કરવાનું રહેશે અને ઝટપટ પરોઠા બની જશે. તો ચાલો જોઇએ આ સિક્રેટ રેસિપી (Secret Recipe) વિશે…

આ ટ્રિકની ખાસિયત શું છે?

1. લોટ બાંધવાની ઝંઝટ નહિં રહે.

2. શાકભાજી સમારવાની કે મસાલો ભરવાની જરુર નહિં પડે.

3. સ્વાદ અને પોષણ બંને જળવાઇ રહે છે.

4. ઝટપટ અને સરળ રીતે ઢગલાબંધ પરોઠા તૈયાર થઇ જશે.

5. બાળકોથી માંડીને વડીલો સુધી સૌ કોઇને પસંદ પડશે.

ફટાફટ પરોઠા શી રીતે બનાવશો?

5 મિનિટમાં 50 પરોઠા બનાવવા માટેની જોઇતી સામગ્રી અને વિધિ વિશે જાણીશું. આ માટે તમને આટલી સામગ્રીની આવશ્યકતા રહેશે.

સામગ્રી

દોઢ કપ ઘઉંનો લોટ

1/2 ચમચી સિંધા લૂણ

સ્વાદાનુસાર ખાંડ

1 નાની ચમચી ચિલી ફ્લૅક્સ

2 ચમચી છીણેલું લસણ

1 ચમચી બટર

ઝીણી સમારેલી કોથમીર

આવશ્યકતા અનુસાર પાણી

બનાવવાની વિધિ

1. બૅટર બનાવો

સૌપ્રથમ એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ (Wheat Flour) લો. ત્યાર બાદ એમાં સ્વાદાનુસાર મીઠું, ખાંડ તથા ચિલી ફ્લૅક્સ (Chilli Flakes) મિક્સ કરો. પછી એમાં બટર અને છીણેલું લસણ (Garlic) ઉમેરો. હવે એમાં જેટલો લોટ હોય એટલું જ પાણી ધીમે-ધીમે ઉમેરો જેથી એમાં ગઠ્ઠા ન પડે. હવે આ મિશ્રણને સારી રીતે એક જ દિશામાં ફેંટી લો. સ્મૂધ બૅટર હશે તો પરોઠા સરસ બનશે.

2. બૅટરની કન્સિસ્ટન્સી ચૅક કરો

સૌથી મહત્વપૂર્ણ બાબત બૅટરની કન્સિસ્ટન્સી (Consistency)ની છે. એ એટલું ઘટ્ટ હોવું જોઇએ કે કડછી વડે તવા પર નાખીએ તો ફેલાઈ શકે પણ એટલું પાતળું પણ ન હોવું જોઇએ કે, પાણીની જેમ રેલાઈ જાય! જો પાતળું મિશ્રણ હશે તો પરોઠા ફેલાવી શકાશે નહિં અને બળી જશે! વધુપડતું ઘટ્ટ હશે તો તવા પર સારી રીતે ફેલાવી નહિં શકાય. બધો જાદુ બૅટરનો જ છે! એ યોગ્ય બનશે તો જ પરોઠા મુલાયમ અને સ્વદસભર બનશે.

3. યોગ્ય તાપમાન જરુરી

પરોઠા બનાવો કે ઢોંસા (Dosa), તવાનું તાપમાન ઉચિત હોવું જોઇએ. એ માટે નૉન-સ્ટિક (Non-Stick Pen) તવો જ યોગ્ય રહેશે. એને હળવો ગરમ કર્યા બાદ એને 2-3 ટીપાં તેલ નાખીને ટિશ્યૂ પેપર કે અડધી કાપેલી ડુંગળી ફેરવીને ગ્રીસ કરી લો. આમ કરવાથી પરોઠા તવી પર ચોંટશે નહિં. ધ્યાન રાખવું કે તવો ખૂબ ગરમ હોવો જોઇએ નહિં. કારણ કે, વધારે ગરમ તવા પર જેવું બૅટર નાખશો એવું જ જામી જશે અને ફેલાવી નહિં શકાય! આથી તવાનું મધ્યમ ગરમ હોવું જરુરી છે.

4. ફટાફટ પરોઠા બનાવો

હવે કડછી વડે બૅટર લઇને તવા પર નાખો અને હળવેકથી ગોળ આકારમાં ફેલાવી લો. એને ધીમા તાપે શેકો. જ્યારે એક તરફથી થઈ જાય ત્યારે ઊલટાવીને બીજી તરફ પણ શેકી લો. એમાં થોડું ઘીકે બટર પણ લગાવી શકો છો, એમ કરવાથી એ ક્રિસ્પી (Crispy) બનશે. આ પ્રમાણે તમે ઝડપથી કેટલાય પરોઠા તૈયાર કરી શકશો. આ સ્વાદિષ્ટ પરોઠાને તમે દહીં, શાક કે ચટણી સાથે સર્વ કરી શકો છો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સોજી-બેસનના અપ્પમ બનાવો 10 મિનિટમાં, ઝટપટ જોઇ લો આ રેસિપી…

આ પણ વાંચો:દિવાળી પર ગળ્યું ખાઇને મન ભરાઇ જાય તો, આ નાયલોન પૌંઆની રેસિપી જરુરથી ટ્રાય કરજો…