Not Set/ જેતપુર મગફળી કૌભાંડ મામલો, ગુજકોટ દ્વારા કરાઈ પોલીસ ફરિયાદ

રાજકોટ રાજકોટના જેતપુરમાં મગફળી કૌભાંડ મામલો સામે આવ્યો છે. મગફળીના ગોડાઉન ગુણીમાં કાંકરા તેમજ ધૂળ નીકળી હતી. ત્યારે આ મામલે ગુજકોટ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ગુજકોટના વેર હાઉસના મેનેજર દ્વારા પોલીસ ફરિયાદ કરાઇ હતી અને જૂનાગઢના માળીયા હાટ્ટીની સેવા સહકારી મંડળીના પ્રમુખ તેમજ મંત્રી,ગુજકોટના જવાબદારી અધિકારી,વેર હાઉસ મેનેજર, થર્ડ પાર્ટી ઇન્સ્પેકશનના જવાબદાર અધિકારી […]

Top Stories Gujarat Rajkot Trending

રાજકોટ

રાજકોટના જેતપુરમાં મગફળી કૌભાંડ મામલો સામે આવ્યો છે. મગફળીના ગોડાઉન ગુણીમાં કાંકરા તેમજ ધૂળ નીકળી હતી. ત્યારે આ મામલે ગુજકોટ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

ગુજકોટના વેર હાઉસના મેનેજર દ્વારા પોલીસ ફરિયાદ કરાઇ હતી અને જૂનાગઢના માળીયા હાટ્ટીની સેવા સહકારી મંડળીના પ્રમુખ તેમજ મંત્રી,ગુજકોટના જવાબદારી અધિકારી,વેર હાઉસ મેનેજર, થર્ડ પાર્ટી ઇન્સ્પેકશનના જવાબદાર અધિકારી સામે પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી છે.

જેતપુરમાં ગોડાઉનમાં મગફળીમાં ધૂળ ભેળવવાનું કૌભાંડ બહાર આવતા જ ગોડાઉન સંચાલકો તથા અધિકારીઓ તાળા મારીને રફુચક્કર થઇ ગયા હતા.

કેવી રીતે થાય છે કૌભાંડ?

પહેલા સરકાર ખેડૂતો પાસેથી ઓછા ભાવે એટલે કે ટેકાના ભાવે મગફળી ખરીદે છે. બાદમાં તેને વિવિધ ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવે છે. સંગ્રહ કરેલી આ મગફળી બાદમાં વેપારીઓને વેચવામાં આવે છે.

આ આખી પ્રોસેસ દરમિયાન લેભાગુ તત્વો લાભ ઉઠાવવા માટે મગફળીની બોરીઓમાં ધૂળ અને માટી ભેળવી દે છે અને તેટલી મગફળી બીજે ક્યાંક સગેવેગ કરીદે છે. ધૂળ અને કાંકરાને કારણે વેપારીઓ પણ આ મગફળી ખરીદતા નથી, અંતમાં સરકારને લાખો-કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે.

ઉલ્લેખનીય છે કે, આ ગોડાઉનમાં 31 હજાર બોરી મગફળી જેની કુલ કિંમત 4 કરોડ 57 લાખ 25 હજાર મગફળી રાખવામાં આવેલ છે. હવે આ કૌભાંડ મામલે પોલીસે તપાસ હાથ ધરવામાં આવી છે.