Not Set/ RBI બહાર પાડશે 100 રૂપિયાની નવી નોટ, જાણો શું હશે બીજી ખાસિયત

ન્યુ દિલ્હી  રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ( RBI) એ રૂપિયા 10, 50, 200, 500 અને 2000 ની નવી નોટો છેલ્લા કેટલાક સમયમાં બહાર પાડી હતી. હવે સરકાર 100 રૂપિયાની નોટને નવો અવતાર આપવા જઈ રહી છે. ત્યારે જણાવી દઈએ કે નવી નોટ ચલણમાં આવ્યા બાદ પણ જૂની નોટ ચલણમાં રહેશે જ. આ 100 રૂપિયાની નવી […]

Top Stories India

ન્યુ દિલ્હી 

રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ( RBI) એ રૂપિયા 10, 50, 200, 500 અને 2000 ની નવી નોટો છેલ્લા કેટલાક સમયમાં બહાર પાડી હતી. હવે સરકાર 100 રૂપિયાની નોટને નવો અવતાર આપવા જઈ રહી છે. ત્યારે જણાવી દઈએ કે નવી નોટ ચલણમાં આવ્યા બાદ પણ જૂની નોટ ચલણમાં રહેશે જ.

આ 100 રૂપિયાની નવી નોટ રિંગણી રંગની હશે. જો આ નોટની સાઈઝ ની વાત કરીએ તો એ હાલની 100 રૂપિયાની નોટ કરતા નાની હશે અને નવી 10 રૂપિયાની નોટ કરતા મોટી હશે. આ ઉપરાંત આ નવી નોટમાં ગુજરાત રાજ્યની ઐતિહાસિક રાણકીવાવની ઝલક મળશે જે એક વૈશ્વિક વારસો છે.

આ નવી નોટ છાપવાનું કામ બેંક નોટ પ્રેસ દેવાસમાં શરૂ થઇ ગયું છે. નોટની અંતિમ ડીઝાઇન માટે નોટને મૈસુરની પ્રિન્ટીંગ પ્રેસમાં મોકલાઈ છે અને આ એ જ પ્રેસ છે જ્યાં 2000ની નોટનું છાપકામ થાય છે. એવી વાત પણ સામે આવી રહી છે કે મૈસુરમાં જે શરૂઆતમાં નોટના જે નમૂનાઓ છાપવામાં આવ્યા હતા, એમાં વિદેશી સ્યાહીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દેવાસમાં દેશી સ્યાહીના ઉપયોગને લઈને અમુક રંગ મિક્સ કરવામાં નોટના નમૂનામાં પરેશાની થઇ હતી પરંતુ એનો પણ ઉપાય શોધી લેવામાં આવ્યો છે.

આ 100 રૂપિયાની નવી નોટ ઓગસ્ટના અંત સુધીમાં માર્કેટમાં આવી જશે એવી માન્યતા છે. આ નોટની વિશેષતા એ છે કે આ નોટ હોશંગાબાદના સિક્યોરિટી પેપર અને સ્વદેશી પેપર અને સ્યાહીથી છપાય રહ્યા છે.