Not Set/ ભારતીય વાયુ સેનાનું મિગ-21 લડાકુ વિમાન થયું ક્રેશ : પાયલોટનું મૃત્યુ

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં ભારતીય વાયુ સેનાનું મિગ-21 લડાકુ વિમાન ક્રેશ થયું હોવાની ખબર છે. પોલીસે જાણકારી આપી છે કે મિગ-21 લડાકુ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ દુર્ઘટના બુધવાર બપોરે 1:21 વાગ્યે બની હતી. ભારતીય વાયુ સેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને વિમાન ચાલક પાયલોટનું દુર્ઘટનામાં મૃત્યુ થયું હોવાની ખબરો મળી છે. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા […]

Top Stories India

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં ભારતીય વાયુ સેનાનું મિગ-21 લડાકુ વિમાન ક્રેશ થયું હોવાની ખબર છે. પોલીસે જાણકારી આપી છે કે મિગ-21 લડાકુ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ દુર્ઘટના બુધવાર બપોરે 1:21 વાગ્યે બની હતી. ભારતીય વાયુ સેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને વિમાન ચાલક પાયલોટનું દુર્ઘટનામાં મૃત્યુ થયું હોવાની ખબરો મળી છે.

વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા એમાં આગ લાગી ગઈ હતી. દુર્ઘટનાનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

બે મહિનાંમાં મિગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાની આ બીજી દુર્ઘટના છે. જણાવી દઈએ કે જૂન મહિનામાં પણ ભારતીય વાયુ સેનાનું એક વિમાન ગુજરાતના કચ્છ પાસે દુર્ઘટના ગ્રસ્ત થયું હતું. જેમાં પણ પાયલોટનું મૃત્યુ થયું હતું.

જણાવી દઈએ કે આ મિગ-21 લડાકુ વિમાને પઠાનકોટ એર બેઝ પરથી ઉડાન ભરી હતી. અને હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના પટ્ટા જટ્ટીયા વિસ્તારમાં તૂટી પડ્યું હતું.

કાંગડાના એસપી સંતોષ પૈતાલે જણાવ્યું કે ઘટના સ્થળે પોલીસની રેસ્ક્યુ ટિમ હાજર છે. અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

માર્ચ 28, 2014: ભારતીય વાયુ સેનાનું C-130J  સુપર હર્ક્યુલસ સ્પેશિયલ ઓપરેશન ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ક્રેશ થયું હતું, સાથે પાંચ કૃ મેમ્બરો પણ માર્યા ગયા હતા.

જાન્યુઆરી 22, 2014: રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં એક જગુઆર કોમ્બાટ જેટ ક્રેશ થયું હતું. સદનસીબે બંને પાયલોટ સફળતા પૂર્વક બહાર નીકળી શક્યા હતા.