બીલ ગેટ્સે આર્ટીસ્ટ અને ઇન્વેન્ટર લિઓનાર્ડો દ વિન્ચીને સમર્પિત કરતી એક ટેકનોલોજી વિકસાવી છે. બીલ ગેટ્સે જણાવ્યું કે તેઓ પહેલેથી જ લિઓનાર્ડોનાં કામથી આકર્ષાયા છે. આવતાં વર્ષે એમની ડેથ એનિવર્સરી છે, એટલે એમણે પોતાનાં પ્રોજેક્ટનો એક નાનો વીડિયો શેર કર્યો છે.
બીલ ગેટ્સે આ પ્રોજેક્ટની માહિતી એમનાં બ્લોગ પર આપી હતી અને એનું ટ્વીટ પણ શેર કર્યું હતું.
I’m excited to share a project I’m involved with to bring Leonardo da Vinci’s work to life. https://t.co/kXKDZByOhP
— Bill Gates (@BillGates) December 21, 2018
આ પ્રોજેક્ટનું નામ છે ‘કોડસ્કોપ’. આ એક કિઓસ્ક છે ટચ સ્ક્રીન સાથેનું. આ કિઓસ્ક પર તમે લિઓનાર્ડોની બુક Codex Leicester વાંચી શકશો. આ કોડસ્કોપ પ્રોજેક્ટનાં કિઓસ્ક પર તમે આ જૂની બુક વાંચી શકશો લિઓનાર્ડોનાં જ હસ્તાક્ષરમાં. તમને એનું ભાષાંતર મળી શકશે, અને એમનાં ડ્રોઈંગને એનિમેટેડ વર્ઝનમાં પણ જોઈ શકશો.
[embedyt] https://www.youtube.com/watch?v=zwGdnCNi8Ss[/embedyt]
આ કોડેક્ષ બુક અને કિઓસ્ક કોડસ્કોપ યુરોપનાં ઘણાં મ્યુઝિયમમાં ફરશે. આ બુકને તમે અડી તો નહી શકો પરંતુ મહાન આર્ટીસ્ટની લખેલી બુકને તમે ગ્લાસ પાછળની સ્ક્રીન પર વાંચી શકશો.
