Gandhinagar News/ વિધાનસભા ગૃહમાં કાયદા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર, ઉતરાખંડ બાદ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરનાર ગુજરાત દેશનું બીજુ રાજ્ય બનશે; ઋષિકેશ પટેલ

વિધાનસભા ગૃહમાં કાયદા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી હતી. ન્યાયિક પ્રક્રીયાને વેગ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ, સુરત તથા વડોદરા જિલ્લામથક ખાતે 03 નવી આર્બીટ્રેશન ટ્રીબ્યુનલની જોગવાઇ …..

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News : વિધાનસભાગૃહમાં વર્ષ 2025-26 ની કાયદા વિભાગ માટેની અંદાજપત્રની માંગણીઓ પરની ચર્ચાના પ્રત્યુતરમાં કાયદા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ઉતરાખંડ બાદ સમાન સિવીલ કૉડ લાગુ કરનારૂ ગુજરાત રાજ્ય દેશનું બીજુ રાજ્ય બનશે. રાજ્યના તમામ લોકોને સમાન ન્યાય મળે અને એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરવાની દિશામાં આ કદમ છે.

મંત્રીએ વધુમાં કહ્યુ કે, ન્યાયિક પ્રક્રીયાને વેગ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ, સુરત તથા વડોદરા જિલ્લામથક ખાતે 03 નવી આર્બીટ્રેશન ટ્રીબ્યુનલની જોગવાઇ કરી છે. રાજ્યમાં મ્યુનિસીપાલટીઝ અને પંચાયતના કેસોને પણ આર્બીટ્રેશન ટ્રીબ્યુનલ ખાતે ચલાવવાનો નિર્ણય કરાયો છે. વિધાનસભા ગૃહમાં કાયદા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી હતી.

  • ન્યાયિક પ્રક્રીયાને વેગ આપવા રાજકોટ, સુરત તથા વડોદરા જિલ્લામથક ખાતે 03 નવી આર્બીટ્રેશન ટ્રીબ્યુનલ સ્થાપવામાં આવશે
  • રાજ્ય સરકારની વિનંતીને આધારે નામદાર હાઇકોર્ટ દ્વારા રાજ્યની તમામ ડિસ્ટ્રિક્ટ અદાલતોને એટ્રોસીટી એક્ટના કેસો ઝડપથી ચલાવી અને નિકાલ કરવાની સૂચના 11/02/2025ના રોજ અપાઇ
  • રાજ્યના જિલ્લાઓમાં અલગ અલગ કાયદા હેઠળની એટ્રોસીટી એક્ટ સહિતની કુલ 595 સ્પેશિયલ કોર્ટની કાર્યરત
  • છેલ્લા એક વર્ષમાં ડીસ્ટ્રીક્ટ જ્યુડીશીયરી દ્વારા કુલ 18,41,016 કેસોનો નિકાલ
  • ગુજરાત વિક્ટીમ કમ્પેન્સેશન સ્કીમ-2019 મુજબ એટ્રોસીટી, એસિડ એટેક અને પોક્સો એક્ટ જેવા ગુનામાં ભોગ બનનારને છેલ્લા ત્રણ વર્ષોમાં રૂ. 39 કરોડની ચુકવણી કરાઈ

મંત્રીએ ઇ-કોર્ટ મિશન મોડ પ્રોજેકટ અંગે જણાવતા કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ અંતર્ગત હાઈકોર્ટ અને તાબાની અદાલતો માટે ડિઝીટલાઇઝેશનની સુવિધાઓ ઉભી કરવા રૂ.27.84 કરોડની જોગવાઇ  કરાઈ છે. ફાસ્ટ્રેક કોર્ટ વિશે વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે , છેલ્લા એક વર્ષમાં ડીસ્ટ્રીક્ટ જ્યુડીશીયરી દ્વારા કુલ 18,41,016 કેસોનો નિકાલ કરાયો છે.

ગુજરાતમાં દરેક પ્રકારના કાયદાઓ માટે વિવિધ કોર્ટો કાર્યરત કરી છે. હાઈકોર્ટના પરામર્શમાં મંજૂર કરીને વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ કાયદા હેઠળની એટ્રોસીટી એક્ટ સહિતની કુલ 595 સ્પેશિયલ કોર્ટની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાત વિક્ટીમ કમ્પેન્સેશન સ્કીમ-2019 મુજબ  એટ્રોસીટી, એસિડ એટેક અને પોક્સો એક્ટ જેવા ગુનામાં ભોગ બનનારને  છેલ્લા ત્રણ વર્ષોમાં રૂ. 39 કરોડની ચુકવણી કરાઈ છે તેમ મંત્રીએ કહ્યું હતું.

કાયદા મંત્રી પટેલે કહ્યું કે, નાગરિકોને ઘર આંગણે ન્યાય મળી રહે તે માટે અમારી પ્રાથમિકતા છે. ન્યાયની કાર્યવાહીમાં જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા અલગ અલગ જિલ્લા તથા તાલુકા ખાતે નવીન 10 કોર્ટ બિલ્ડીંગ માટે રૂ. 73.70 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મંત્રીએ કહ્યું હતું કે, રાજય સરકાર દ્વારા હાઇકોર્ટના પરામર્શમાં રાજયમાં અલગ અલગ જિલ્લાઓમાં એટ્રોસીટી એક્ટ અંતર્ગત એક્સક્લુઝિવ સ્પેશિયલ કોર્ટ 16 અને ડેસિગ્નેટેડ સ્પેશિયલ કોર્ટ 59 એમ કુલ 75 કોર્ટોની સ્થાપના કરાઈ છે

છેલ્લા એક વર્ષની અંદર ડીસ્ટ્રીક્ટ જ્યુડીશીયરી દ્વારા એટ્રોસીટી એક્ટ અંતર્ગત કુલ 1171 કેસોનો નિકાલ કરવામાં આવેલ છે. નામદાર હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારની વિનંતીને આધારે તમામ ડિસ્ટ્રિક્ટ અદાલતો ને એટ્રોસીટી એક્ટના કેસો ઝડપથી ચલાવી અને નિકાલ કરવાની સૂચના તારીખ-11/02/2025ના રોજ આપવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ‘રાજ્યના વીજગ્રાહકોને કુલ 2004 કરોડ રૂપિયાની રાહત વર્ષ-2024 દરમિયાન અપાઈ’; ઊર્જામંત્રી કનુ દેસાઈ

આ પણ વાંચો: વડોદરા જિલ્લામાં સામાન્ય યોજના હેઠળ છેલ્લા 2 વર્ષમાં 2 હજારથી વધુ કૃષિ વિષયક વીજ જોડાણ અપાયા; ઊર્જા મંત્રી કનુ દેસાઈ

આ પણ વાંચો: રાજ્ય સરકાર 80 નગરપાલિકાઓને આત્મનિર્ભર બનાવશે, સૌર ઉર્જા પ્રોજેકેટ કરશે લોન્ચ