Surat News/ સુરતનો હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો કેસ:ઉદ્યોગપતિ સમીર શાહ, તેમના પત્ની અને પુત્રનો બ્લડ રિપોર્ટ આલ્કોહોલ પોઝિટિવ આવતા કાયદેસરની કાર્યવાહી

Surat News : સુરત શહેરના એક જાણીતા ઉદ્યોગપતિ સમીર મહેન્દ્ર શાહ, પુત્ર જૈનમ સમીર શાહ અને તેમના પત્ની હેતલ સમીર શાહ વિરુદ્ધ દારૂના નશાનો બ્લડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. અલથાણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગત તારીખ 17/10/2025 ના રોજ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને ખાનગી બાતમી […]

Gujarat Surat

Surat News : સુરત શહેરના એક જાણીતા ઉદ્યોગપતિ સમીર મહેન્દ્ર શાહ, પુત્ર જૈનમ સમીર શાહ અને તેમના પત્ની હેતલ સમીર શાહ વિરુદ્ધ દારૂના નશાનો બ્લડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

અલથાણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગત તારીખ 17/10/2025 ના રોજ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને ખાનગી બાતમી મળી હતી રજી. નં. GJ-05-RA-4369 વાળી બલેનો કારમાં કે, કે.એસ. અંતરવન રેસ્ટોરન્ટની બહારની બાજુએ પ્રોહિબિશનને લગતી દારૂની પ્રવૃત્તિ ચાલી રહી છે.

પોલીસે માહિતીને આધારે તાત્કાલિક દરોડો પાડતાં હકીકત સાચી હોવાનું જણાયું હતુ. આ મામલે પ્રાથમિક રીતે તહોમતદાર વ્રજ જયેશભાઈ શાહ વિરુદ્ધ પ્રોહી. એક્ટની કલમ 65(એ)(એ), 98 મુજબ ફરિયાદ નોંધાઈ હતી. પંચનામામાં મળી આવેલો બિયરનો જથ્થો ઉદ્યોગપતિ સમીર મહેન્દ્ર શાહે આપ્યો હોવાનું વધુ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું. આથી, પોલીસે ગુનામાં પ્રોહી. એક્ટ કલમ 81 મુજબનો ઉમેરો કર્યો હતો. બાદમાં સમીર શાહની અટકાયત કરી હતી.

આ ઉપરાંત, સમીર શાહના પુત્ર જૈનમ સમીર શાહે પોલીસની ફરજમાં રૂકાવટ કરી હોવાથી તેમની વિરુદ્ધ પણ અલથાણ પોલીસ સ્ટેશનમાં અલગ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન આલ્કોહોલ રિપોર્ટ પોઝિટિવ આવતા ફરી ગુનો દાખલ કરાયો હતો અને ગાંધીનગરથી અટકાયતી પગલાં બાદ જૈનમ શાહને જામીન મળી ગયા છે. હાલ તે ત્યાં ભણી રહ્યો છે.પોલીસે પ્રોહિબિશનના નિયમો મુજબ સમીર શાહ, તેમના પત્ની હેતલ શાહ અને પુત્ર જૈનમ શાહે નશો કર્યો છે કે કેમ તે જાણવા માટે તે જ દિવસે નવી સિવિલ હોસ્પિટલમાં તેમના બ્લડ સેમ્પલ લેવડાવ્યા હતા.

ગાંધીનગર સ્થિત FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ખાતે આ બ્લડ સેમ્પલને પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ આલ્કોહોલ પોઝિટિવ આવ્યો છે. અલથાણ પોલીસે રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ નિયમ મુજબ ત્રણેય ઈસમો વિરુદ્ધ અલથાણ પોલીસ સ્ટેશનના પાર્ટ સી ગુના રજીસ્ટરમાં પ્રોહિબિશન કલમ 66(1)બી મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.

ઉદ્યોગપતિ સમીર શાહ અને તેમના પત્ની હેતલ શાહ બંને પાસે દારૂની કાયદેસરની પરમિટ હોવાનું સૂત્રોનું કહેવું છે. તેમ છતાં, જાહેરમાં નશાની હાલતમાં મળી આવવું અને દારૂની ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાના આક્ષેપોને પગલે કાયદાકીય પાસાઓની સઘન તપાસ ચાલી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં થયા બે અંગદાન, માત્ર 12 કલાક કરાયા અંગદાન!

આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલમાં 11 મહિનામાં 700 દર્દીઓની પથરીની ઓપરેશન વગર લીથોટ્રીપ્સીથી પેઇનલેસ સારવાર…

આ પણ વાંચો: સુરત સિવિલ હોસ્પિટલમાં ચમત્કાર, મૃત જાહેર કરાયેલા રાજેશ પટેલનું ફરીથી ધબક્યું હૃદય