Surat News: સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા ગેરકાયદે ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા (SMC) સામે કોર્ટ લાલાધુમ. કોર્ટે જણાવ્યું કે, રાજ્ય સરકાર તલસ્પર્શી અભ્યાસ અને હાઈલેવલ કમિટીના નામે કોર્ટની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ ન કરે.
Nasirnagar Demolition Caseમાં હાઈકોર્ટ રાજ્ય સરકાર પર લાલઘૂમ
ડિમોલિશન કેસમાં સરકાર સામે હાઈકોર્ટે (Gujarat High Court)કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર તપાસના નામે કોર્ટની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરી રહી છે. કોર્ટે નોંધ્યું કે કમિટી તો બનાવી છે, પરંતુ તપાસનો વિષય, સીમા અને જવાબદારી અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. વધુમાં SMC કમિશનર (SMC Commissioner)સામે ગંભીર આક્ષેપો હોવા છતાં તેમની પાસેથી કોઈ ખુલાસો કેમ માંગવામાં આવ્યો નથી તે અંગે પણ કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો. કોર્ટે કહ્યું કે જો આક્ષેપિત અધિકારી પોતે જ હોદ્દા પર રહેશે તો તપાસ કેવી રીતે નિષ્પક્ષ બની શકે? આવી સ્થિતિમાં લોકોમાં ન્યાય પ્રત્યે વિશ્વાસ કેવી રીતે જળવાઈ રહેશે?
સરકારની રજૂઆત: 120 ફ્લેટ અને હાઈલેવલ કમિટીની જાહેરાત
સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલે (Advocate General)કોર્ટને જણાવ્યું કે નાસીરનગરમાં અસરગ્રસ્ત અને પુનર્વસન માટે પાત્ર પરિવારો માટે 120 ફ્લેટ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે. ઉપરાંત સમગ્ર ઘટનાની તપાસ માટે બે વરિષ્ઠ અધિકારીઓની હાઈલેવલ કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ કોર્ટને જણાવાયું. સરકારે દલીલ કરી કે હાલનું મુખ્ય ધ્યાન અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને તપાસની પ્રક્રિયા પણ આગળ વધશે.
હાઈકોર્ટની ટિપ્પણી: ‘કોર્ટની આંખમાં ધૂળ ન નાખો’
સરકારની રજૂઆત બાદ હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર તપાસના નામે કોર્ટની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરી રહી છે. કોર્ટે નોંધ્યું કે કમિટી તો બનાવી છે, પરંતુ તપાસનો વિષય, સીમા અને જવાબદારી અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. વધુમાં SMC કમિશનર સામે ગંભીર આક્ષેપો હોવા છતાં તેમની પાસેથી કોઈ ખુલાસો કેમ માંગવામાં આવ્યો નથી તે અંગે પણ કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો. કોર્ટે કહ્યું કે જો આક્ષેપિત અધિકારી પોતે જ હોદ્દા પર રહેશે તો તપાસ કેવી રીતે નિષ્પક્ષ બની શકે? આવી સ્થિતિમાં લોકોમાં ન્યાય પ્રત્યે વિશ્વાસ કેવી રીતે જળવાઈ રહેશે?
નાસીરનગર ડિમોલિશન કેસ હવે માત્ર ગેરકાયદે તોડફોડનો મુદ્દો રહ્યો નથી, પરંતુ વહીવટી જવાબદારી, કાનૂની પ્રક્રિયા અને નાગરિકોના અધિકારો સાથે જોડાયેલ મહત્વપૂર્ણ કેસ બની ગયો છે. હાઈકોર્ટની કડક ટિપ્પણીઓ બાદ હવે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા આગામી સુનાવણીમાં શું જવાબ આપે છે અને તપાસ કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર રહેશે. આ કેસમાં આવનારા દિવસોમાં વધુ મહત્વપૂર્ણ કાનૂની અને વહીવટી નિર્ણયો સામે આવવાની શક્યતા છે.
આ પણ વાંચો: પાટણનો જમીન વિવાદ હત્યા કેસ, મુખ્ય આરોપીની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી
આ પણ વાંચો: નવસારીમાં જીંગા તળાવો પર તંત્રનો સકંજો, હાઈકોર્ટે સ્ટે આપવાનો કર્યો ઈનકાર
આ પણ વાંચો: સલમાન ખાનના પાડોશીને હાઈકોર્ટેની ટકોર ‘સોશિયલ મીડિયા પર કોઈને બદનામ કરવાનો અધિકાર નથી’
