tripura news/ ત્રિપુરાના DGP અનુરાગ ધનખર પોલીસ હેડક્વાર્ટરમાં મૃત હાલતમાં મળ્યા,આપઘાતની શંકા

ત્રિપુરાના પોલીસ મહાનિર્દેશક (Tripura DGP) અનુરાગ ધનખર સોમવારે અગરતલામાં આવેલા રાજ્યના પોલીસ હેડક્વાર્ટરમાં પોતાની ઓફિસમાં મૃત હાલતમાં મળી આવતા સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી ગઈ છે

India Breaking News
ત્રિપુરાના પોલીસ મહાનિર્દેશક (Tripura DGP) અનુરાગ ધનખર સોમવારે અગરતલામાં આવેલા રાજ્યના પોલીસ હેડક્વાર્ટરમાં પોતાની ઓફિસમાં મૃત હાલતમાં મળી આવતા સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી ગઈ છે

Tripura News : ત્રિપુરાના પોલીસ મહાનિર્દેશક (Tripura DGP) અનુરાગ ધનખર સોમવારે અગરતલામાં આવેલા રાજ્યના પોલીસ હેડક્વાર્ટરમાં પોતાની ઓફિસમાં મૃત હાલતમાં મળી આવતા સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના આપઘાત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવી છે.

ત્રિપુરાના પોલીસ મહાનિર્દેશક (Tripura DGP) અનુરાગ ધનખરના મોતથી પોલીસ વિભાગ અને વહીવટી તંત્રમાં શોકની લાગણી

1994 બેચના ભારતીય પોલીસ સેવા અધિકારી (IPS Officer)અનુરાગ ધનખર (Anurag Dhankar) ત્રિપુરા પોલીસ (Tripura Police)ના સર્વોચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમની અચાનક થયેલી મૃત્યુની ઘટનાએ રાજ્યના પોલીસ વિભાગ અને વહીવટી તંત્રમાં શોકની લાગણી ફેલાવી છે.

માહિતી મુજબ, તેઓ પોતાની ઓફિસમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક અગરતલાની ગોવિંદ બલ્લભ પંત (GBP) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ઘટનાની જાણ થતાં જ ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહા, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ તેમજ પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ રાજ્ય સરકારે પણ તપાસ પર નજર રાખી છે.

પોલીસના પ્રાથમિક તારણોમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ તપાસ પૂર્ણ થયા બાદ જ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. હાલ ફોરેન્સિક તપાસ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે.

અનુરાગ ધનખરના નિધનથી ત્રિપુરાના વહીવટી અને કાયદો-વ્યવસ્થા તંત્રમાં શોકની લાગણી ફેલાઈ છે. રાજ્યના ટોચના પોલીસ અધિકારીના અચાનક અવસાનને લઈને અનેક સવાલો ઊભા થયા છે, જેના જવાબ હવે તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે.


આ પણ વાંચો : ભરૂચમાં ક્લાસ-વન અધિકારીએ કર્યો આપઘાત, સુસાઈડ નોટમાં આર્થિક સંકટ, લોન અને ક્રેડિટ કાર્ડના દેવાનો ઉલ્લેખ

આ પણ વાંચો : સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI એ કર્યો આપઘાત

આ પણ વાંચો : ભાજપ શહેર ઉપપ્રમુખ PVS શર્માએ કર્યો આપઘાતનો પ્રયાસ, હાલત નાજુક