Surat/ ભાજપ શહેર ઉપપ્રમુખ PVS શર્માએ કર્યો આપઘાતનો પ્રયાસ, હાલત નાજુક

ભાજપના શહેર  ઉપપ્રમુખ અને નિવૃત ઈન્કમટેક્સ અધિકારી પીવીએસ શર્માએ ગળે ફાંસો ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઉમરા પોલીસ સ્ટેશનમાં ગઈ કાલે ફરિયાદ પણ નોંધાઈ છે.

Top Stories Gujarat Surat
  • ભાજપના PVS શર્માનો આપઘાતનો પ્રયાસ
  • પૂર્વ આઈટી અધિકારીનો આપઘાતનો પ્રયાસ
  • સુરત ભાજપના ઉપપ્રમુખ છે PVS શર્મા
  • હોસ્પિટલમાં ગંભીર હાલતે સારવાર હેઠળ
  • ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવવા પ્રયાસ
  • 24 દિવસ પૂર્વે આઈટીએ પાડી હતી રેડ
  • શર્માના ઘરે અને ઓફિસે પાડી હતી રેડ
  • શર્મા પોતાના નિવેદનથી હતાં ચર્ચામાં
  • નોટબંધી અંગે પર્દાફાશ કરવાનું કહ્યું હતું
  • નોટબંધીમાં કૌભાંડનો આરોપ કર્યો હતો

ભાજપના શહેર  ઉપપ્રમુખ અને નિવૃત ઈન્કમટેક્સ અધિકારી પીવીએસ શર્માએ ગળે ફાંસો ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઉમરા પોલીસ સ્ટેશનમાં ગઈ કાલે ફરિયાદ પણ નોંધાઈ છે. હાલ તેઓને અઠવાગેટ સ્થિત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.

આપને જણાવી દઈએ કે, સુરત શહેરના ઘોડદોડ રોડ પર આવેલી જ્વેલર્સ કલામંદિર દ્વારા નોટબંધી દરમિયાન સોના વેચાણના નામે મની લોન્ડરિંગ કર્યું હોવાના આક્ષેપોને કારણે પૂર્વ ઇન્કમટેક્સ અધિકારી અને ભાજપના અગ્રણી પીવીએસ શર્માને ત્યાં આઈડીના દરોડા પડ્યા છે. ત્યારે પીવીએસ શર્મા દ્વારા વડાપ્રધાન મોદીને ટ્વિટ કરી ED અને CBI તપાસની માંગ પણ કરવામાં આવી હતી. જેના બાદ તેઓ પોતાના ફ્લેટની નીચે જ ધરણા પર બેસ્યા હતા.

મળતી માહિતી અનુસાર, પીવીએસ શર્માના ઓફિસ સહિતના ઠેકાણાંઓ પર આવકવેરા વિભાગે 24 દિવસ પહેલા દરોડા પાડ્યા હતા. ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર પીવીએસ શર્મા  સહિત અન્ય એક સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પી.વી.એસ.શર્મા અને કંપનીના ડાયરેક્ટર સીતારામ અડુકિયા સામે IPC કલમ 465, 468, 471, 420 અને 120(બી) મુજબનો ગુનો નોંધ્યો છે.

છેલ્લાં બે દિવસથી PVS શર્માનો  મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ તેઓએ આત્મઘાતી પગલું ભરી લેતા તેમના પરિવારજનો તથા શહેર ભાજપના આગેવાનો હોસ્પિટલ પર દોડી ગયા હતા. હાલ તેઓની હાલત નાજૂક હોવાનું જાણવા મળ્યું છે.