National News/ કુણાલ કામરા કેસમા આજે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી, મહારાષ્ટ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો

જસ્ટિસ સારંગ કોટવાલ અને જસ્ટિસ એસએમ મોડકની હાઇકોર્ટ ડિવિઝન બેન્ચે મહારાષ્ટ્ર સરકાર અને ફરિયાદી શિવસેનાના ધારાસભ્ય મુરજી પટેલને પહેલાથી જ નોટિસ ફટકારી હતી.

Top Stories India

National News: સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા વિરુદ્ધ નોંધાયેલી FIR રદ કરવાની અરજી પર આજે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થઈ રહી છે. કામરાએ આ કેસમાં બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન ગણાવીને કોર્ટમાંથી રાહત માંગી છે.જસ્ટિસ સારંગ કોટવાલ અને જસ્ટિસ એસએમ મોડકની હાઇકોર્ટ ડિવિઝન બેન્ચે મહારાષ્ટ્ર સરકાર અને ફરિયાદી શિવસેનાના ધારાસભ્ય મુરજી પટેલને પહેલાથી જ નોટિસ ફટકારી હતી. કોર્ટે બંને પક્ષો પાસેથી આજે, 16 એપ્રિલ સુધીમાં જવાબ માંગ્યો હતો. આ કેસની વિગતવાર સુનાવણી આજે બપોરે 2.30 વાગ્યે થવાની છે.

આ છે સમગ્ર મામલો  

કોમેડિયન કુણાલ કામરાએ તેમના સ્ટેન્ડ-અપ શો દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર એક પેરોડી ગીત દ્વારા કટાક્ષ કર્યો હતો જેમાં તેમણે તેમને “દેશદ્રોહી” કહ્યા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ, શિવસેના શિંદે જૂથના કાર્યકરોએ મુંબઈના ખાર વિસ્તારમાં આવેલા હેબિટેટ ક્લબમાં તોડફોડ કરી હતી. આ પછી મુંબઈ પોલીસે 3 કેસ નોંધ્યા. એક ફરિયાદ જલગાંવના મેયર તરફથી આવી હતી, બીજી બે ફરિયાદ નાસિકના ઉદ્યોગપતિઓ તરફથી આવી હતી. મુંબઈ પોલીસે અત્યાર સુધીમાં કામરાને ત્રણ વખત સમન્સ મોકલ્યા છે, પરંતુ તેઓ હાજર થયા નથી.

કામરાને વચગાળાની રાહત મળી

૫ એપ્રિલે કામરાએ હાઈકોર્ટમાં એફઆઈઆર રદ કરવાની માંગણી કરતી અરજી દાખલ કરી હતી. તેમણે કહ્યું કે આ તેમના મૂળભૂત અધિકાર – અભિવ્યક્તિની સ્વતંત્રતા -નું ઉલ્લંઘન છે. કોર્ટે તેમને 17 એપ્રિલ સુધી વચગાળાનું રક્ષણ આપ્યું છે. આ પહેલા મદ્રાસ હાઈકોર્ટે પણ તેમને 1 એપ્રિલે ટ્રાન્ઝિટ આગોતરા જામીન આપ્યા હતા.

ડીસીએમ શિંદેએ શું કહ્યું?

એકનાથ શિંદેએ આ મામલે કડક પ્રતિક્રિયા આપી હતી: “આ અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી પણ કોઈના માટે કામ કરવા જેવું છે. કામરાએ અગાઉ સુપ્રીમ કોર્ટ, વડા પ્રધાન અને કેટલાક ઉદ્યોગપતિઓ પર પણ ટિપ્પણીઓ કરી હતી.”

કામરાએ માફી માંગવાનો ઇનકાર કર્યો

કુણાલ કામરાએ આ સમગ્ર વિવાદ માટે માફી માંગવાનો ઇનકાર કરી દીધો છે. તેમનું કહેવું છે કે આ વ્યંગ છે, અને લોકશાહીમાં ટીકા માટે સ્થાન હોવું જોઈએ. હવે મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં કામરા વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ પણ સ્વીકારવામાં આવી છે. ૩૧ માર્ચે મુંબઈ પોલીસ પણ શિવાજી પાર્ક સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શિંદે નિર્મલા સીતારમણ પર ટિપ્પણી કર્યા પછી કોમેડિયન કુણાલ કામરાનો વધુ એક વીડિયો આવ્યો સામે

આ પણ વાંચો: કુણાલ કામરાએ હવે નિર્મલા સીતારમણ પર બનાવ્યો વીડિયો, સાડીવાળી બહેન પગાર ચોરી કરવા આવી હતી

આ પણ વાંચો: નવા ગીત સાથે કુણાલ કામરાએ શિવસેના પર કર્યો વળતો પ્રહાર, ગોડસે અને આસારામનો પણ ઉલ્લેખ કર્યો…