Breaking News: અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા અલીફનગરમાં બપોરના સમયે એક ચોંકાવનારી ઘટના બની, જેમાં એક પ્રેમીએ પોતાની પ્રેમિકા પર ફાયરિંગ કરી દીધું. આ ઘટનાએ આખા વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે. પોલીસ સૂત્રો અનુસાર, બપોરના સમયે આ ઘટના બની, જ્યારે યુવકે અચાનક પોતાની પ્રેમિકા પર ગોળી ચલાવી. ગોળીના કારણે યુવતીને સામાન્ય ઈજા થઈ, અને તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી.

પ્રાપ્ત માહિતી અનુસાર, યુવતીની સગાઈ બીજા યુવક સાથે થઈ હતી અને યુવકે એકતરફી પ્રેમમાં યુવતીની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો. મધ્યપ્રદેશથી આવેલા યુવકે નારોલમાં તેની પ્રેમિકા પર ગોળીબાર કર્યો હતો. ઘટના બાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલમાં, પોલીસે ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ધોળા દિવસે યુવતી પર ગોળીબાર થયા બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઝોન 6 LCB ટીમે થોડા કલાકોમાં જ આરોપી પ્રેમી અરબાઝ ખાન ઉર્ફે ભૂરો રંગરેઝની ધરપકડ કરી લીધી છે. એકતરફી પ્રેમમાં અરબાઝ ખાને ધોળા દિવસે તેની પ્રેમિકા પર ગોળીબાર કર્યો હતો.
આ પણ વાંચો:ગોંડલના રીબડા સ્થિત અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહની કેરળથી ધરપકડ
આ પણ વાંચો:ભુજના રૂદ્રમાતા નજીક નોખાણીયા ફિલ્ડ બટ ખાતે 8 દિવસ સુધી ફાયરિંગ પ્રેક્ટીસ
આ પણ વાંચો:અમદાવાદમાં ફરી ફાયરિંગનો બનાવ, બોપલમાં સ્ટોક બ્રોકરની હત્યા, શેરબજારની લેતીદેતીમાં ગોળીબારની આશંકા
