શપથવિધિ/ અમિત શાહ આવતીકાલે નવા મુખ્યમંત્રીની શપથમાં હાજર રહેશે

ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને ધારાસભ્યોના સમર્થન સાથેનો પત્ર સુપ્રત કર્યો, સોમવારે બપોરે 2-20 વાગ્યે રાજભવનમાં મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે

Top Stories

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે બપોરે 2.20 કલાકે શપશ લેશે,આ શપથવિધિ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે તે આવતીકાલે સમારોહમાં હાજરી આપવા કાલે આવી પહોચશે. શપથ લીધા બાદ કેબિનેટ અંગેની ચર્ચા અમિત શાહ સાથે કરશે. ત્યારબાદ બે દિવસ બાદ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે.

 ઉલ્લેખનીય છે કે  નવનિયુક્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સાથે મુલાકાત કરી હતી. ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ દેવવ્રત આચાર્યને મળી સરકાર રચવાનો દાવો કર્યો. ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને ધારાસભ્યોના સમર્થન સાથેનો પત્ર સુપ્રત કર્યો.ભૂપેન્દ્ર પટેલ સોમવારે બપોરે 2-20 વાગ્યે રાજભવનમાં મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. ભૂપેન્દ્ર પટેલની સાથે કાર્યકારી મુખ્યપ્રધાન વિજય રૂપાણી પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ તેમજ ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર કે. કૈલાશનાથન સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા.