ગુજરાતનું શાસન પાટીદારનાં હાથમાં આવતા જ પટેલ સેક્ટર તો ખુશ થયું છે. તો સાથે જ ખોડલાધામ અને ઉમિયાધામનાં અગ્રણીઓની પણ પ્રતિક્રિયાઓ આવી છે.
ઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્ર પટેલના નામનો સમાવેશ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાના મોટા દાનવીરોમાં થાય છે. ત્યારે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનનાં પ્રમુખ મણીભાઈ પટેલે કહ્યું હતું કે કડવા પાટીદાર મુખ્યમંત્રી બન્યા તેનો આનંદ છે પરંતુ મુખ્યમંત્રી બન્યા પછી તેઓ તમામ જ્ઞાતિ અને જાતિ ને સાથે રાખીને ચાલે.
રાજ્યમાં નીતિન પટેલ સહિતનાં નેતાઓનું નામ સીએમની રેસમાં આગળ ચાલી રહ્યું હતું ત્યારે પીએમ મોદી અને અમિત શાહે ફરીવાર ગુજરાતને સરપ્રાઈઝ આપ્યું છે. ઘાટલોડિયાનાં ધારાસભ્ય અને દાદા તરીકે ઓળખાતા ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે શપથ લઈને રાજ્યનાં મુખ્યમંત્રી બની જશે ત્યારે પાટીદાર સમાજમાં ભૂપેન્દ્ર પટેલનાં નામની જાહેરાત બાદ સંતોષની લાગણી જોવા મળી રહી છે. પાટીદાર સમાજની બે મોટી સંસ્થા ઊંઝા અને ખોદલધામ તરફથી ભૂપેન્દ્ર પટેલને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલનાં નામની જાહેરાત બાદ સીદસર ઉમિયાધામનાં ચેરમેન જયરામભાઈ પટેલે કહ્યું કે PM નરેન્દ્ર મોદી અને ભાજપના કેંદ્રીય બોર્ડ અમારી માંગણી સ્વીકારી અને સમાજને સ્વીકાર થાય તેવા ભૂપેન્દ્ર પટેલ ને ગુજરાત ની શાસનની ધુરા સોંપી છે.
