Ahmedabad News:અમદાવાદ (Ahmedabad) માં ફરી એકવાર ફાયરિંગ (Firing) ની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે. બોપલ વિસ્તારના કબીર એન્કલેવ નજીક મોડી રાત્રે થયેલા ગોળીબારમાં 41 વર્ષીય સ્ટોક બ્રોકર કલ્પેશ ટુંડિયાનું ગોળી વાગવાથી મોત નીપજ્યું છે. આ ઘટનાએ શહેરના શાંત વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે.
માહિતી અનુસાર, મોડી રાત્રે બે રાઉન્ડ ફાયરિંગની આ ઘટના બની હતી. કલ્પેશ ટુંડિયા, જે એક સ્ટોક બ્રોકર તરીકે કામ કરતા હતા, તેમના પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. માથામાં ગોળી વાગવાને કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ઘટના બાદ ગંભીર રીતે ઘાયલ કલ્પેશને તાત્કાલિક સારવાર માટે બોપલની સરસ્વતી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

પ્રાથમિક તપાસમાં પોલીસને આશંકા છે કે આ હત્યા શેરબજારની પૈસાની લેતીદેતી સાથે જોડાયેલી હોઈ શકે છે. કલ્પેશ ટુંડિયા શેરબજારમાં સક્રિય હતા અને તેમની આર્થિક વ્યવહારોને લઈને કોઈ વિવાદની શક્યતા પોલીસ દ્વારા તપાસવામાં આવી રહી છે. સ્થાનિક સૂત્રો અનુસાર, આરોપીઓ કારમાં આવ્યા હતા અને ફાયરિંગ કર્યા બાદ ઝડપથી ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસ સ્ટેશનનો કાફલો સરસ્વતી હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળની તપાસ શરૂ કરી દીધી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે વ્યાપક કવાયત હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં વિદ્યાર્થીનીનો આત્મહત્યાનો પ્રયાસ, ચોથા માળેથી લગાવી છલાંગ
આ પણ વાંચો: અમદાવાદના બગોદરામાં એકજ પરિવારના પાંચ સભ્યોની સામૂહિક આત્મહત્યા
આ પણ વાંચો: અમદાવાદ મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં બાયડની વિદ્યાર્થીનીની આત્મહત્યાથી ચકચાર
