Raksha Bandhan2025:રક્ષાબંધન પર્વ નિમિત્તે, તમારા ભાઈ પાસેથી તમને ઉપહાર સ્વરુપે કંઇ ને કંઇ તો અવશ્ય મળતું જ હશે, પરંતુ આ વખતે તમે પણ તમારા નાના ભાઈને રિટર્ન ગિફ્ટ આપીને ખુશ કરી શકો છો. તમારા નાના વીરાને તમે ઉપહાર સ્વરુપે શું-શું આપી શકો છો, એ વિશેના અલગ-અલગ 8 જેટલા આઈડિયા અહિં દર્શાવ્યા છે.
ભાઈ-બહેનના અતૂટ સ્નેહ અને અનોખા સંબંધના પ્રતીકસમો રક્ષાબંધનનો તહેવાર, 9મી ઑગસ્ટે મનાવવામાં આવશે. આ પર્વને ઉજવવાનો અનેરો ઉત્સાહ તમામ ઘરોમાં જોવા મળી રહ્યો છે વળી, બજારોમાં પણ એની અનેરી રોનક દેખાઈ રહી છે. સામાન્ય રીતે રક્ષાબંધનના દિવસે, ભાઈઓ એમની વહાલસોયી બહેનને પોતાની શક્તિ મુજબ ભેટ સ્વરુપે કશુંક ને કશુંક અવશ્ય આપતા જ હોય છે. પરંતુ, જો તમારો વીરો ઉંમરમાં નાનો છે, તો આ વર્ષે તમે એને રિટર્ન ગિફ્ટ આપવાનું ભૂલશો નહિં.

પર્સનલાઇઝ્ડ મગ અથવા કુશન
તમે તમારા નાના ભઈલા માટે એક સુંદર એવો પર્સનલાઇઝ્ડ (દૂધ વગેરે પીવા માટેનો) મગ અથવા તો ઊંઘવા માટેનું ઓશીકું (કુશન) પણ બનાવડાવી શકો છે. આ ઓશીકા ઉપર તમારી અને તમારા ભાઈની એક સુંદર સંયુક્ત તસવીર કે વહાલભર્યો સંદેશો પણ તમે પ્રિન્ટ કરાવી શકો છો.
કૉફી મગ
આજકાલ મોટાભાગે, બધા લોકોને કૉફી પીવાનો શોખ હોય છે. એવામાં રક્ષાબંધન નિમિત્તે, તમે તમારા નાના ભાઈને કૉફી મગ ઉપહારમાં આપી શકો છો. આ મગને એ ઘરે અથવા ઑફિસમાં વાપરી શકશે.

ગિફ્ટ વાઉચર
આજકાલ ઑનલાઇન શૉપિંગનો ક્રેઝ ઘણો વધી ગયો છે. એવામાં રક્ષાબંધને તમે તમારા નાના ભાઈને ગિફ્ટ વાઉચર પણ આપી શકો છો. આમ કરવાથી, એ એની પસંદ પ્રમાણેની વસ્તુઓનું શૉપિંગ કરી શકશે.
ઈયરબડ્સ
જો તમારો ભાઈ મ્યુઝિક સાંભળવાનો શોખીન હોય તો, તમે એને ઈયરબડ્સ ગિફ્ટ કરી શકો છો. આ ઉપહાર એના માટે ઘણો જ ઉપયોગી સાબિત થશે. એમાં તમને ઘણા બધા શૉપિંગ ઑપ્શન્સ પણ મળી શકશે.
ગ્રુમિંગ કિટ
જો તમારો ભાઈ યુવાવસ્થામાં હોય તો, તમે એને ગ્રુમિંગ કિટ ગિફ્ટ કરો. એમાં એની પસંદની ચીજવસ્તુઓ મૂકીને એક સુંદર કિટ બનાવો. આ કિટમાં, શરીરથી લઇને વાળ તથા ત્વચાની સંભાળ માટેના એની પસંદના પ્રોડક્ટ્સ પણ મૂકી શકો છો.
જીમ મેમ્બરશિપ
જો તમે સાધન-સંપન્ન છો અને તમારું બજેટ સારું એવું છે તો, તમારા ભાઈ માટે તમે કોઈ ક્લબનો મેમ્બરશિપ પ્લાન ખરીદીને પણ ગિફ્ટ કરી શકો છો, જેનાથી એને ઘણી પ્રસન્નતા થશે. આ ઉપરાંત, તમારો ભાઈ તંદુરસ્ત અને ફિટ રહેશે.

ડાયરી અથવા નોટબુક સેટ
જો તમારા ભાઈને વાંચન-લેખનનો શોખ છે તો, તમે એને પર્સનલાઇઝ્ડ ડાયરી અથવા નોટબુક સેટ ગિફ્ટ કરી શકો છો. જો તમારું બજેટ ઓછું હોય તો, તમે સ્ટેશનરીની દુકાને મળતી કોઈ સુંદર ડાયરી પસંદ કરીને ઉપહાર સ્વરુપે આપી શકો છો.
વીડિયો ગેમ્સ
નાના બાળકોને ગેમ્સનો ઘણો શોખ હોય છે. જો ભાઈની ઉંમર નાની છે અને એને ગેમિંગનો શોખ છે તો, મસ્ત એવી લૅટેસ્ટ વીડિયો ગેમ પણ એને ગિફ્ટ કરી શકાય, જેને તમે બંને સાથે મળીને આનંદથી રમી શકશો.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:

