Surat News/ સુરતના યુવાનોની અદભૂત શોધ, AI સંચાલિત ‘ગરૂડા’ બાઇક ટેક્નોલોજીના એક નવા યુગની શરૂઆત!

હાલમાં આ બાઇક રાઇડરની હાજરીમાં કાર્ય કરે છે, પરંતુ ભવિષ્યમાં તેને સંપૂર્ણ ડ્રાઇવરલેસ બનાવવાની યોજના છે.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: ગુજરાત (Gujarat) નું હીરા અને કાપડનું હબ સુરત (Surat) , હવે ટેક્નોલોજી અને નવીનતાના ક્ષેત્રે પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે. શહેરની ભગવાન મહાવીર યુનિવર્સિટીના ત્રણ યુવા મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓશિવમ મૌર્ય, ગુરુપ્રીત અરોરા અને ગણેશ પાટીલે ‘ગરૂડા’ નામની AI સંચાલિત ફ્યુચરિસ્ટિક બાઇક બનાવી છે, જે ઓટોમોબાઇલ ઉદ્યોગમાં નવી ક્રાંતિ લાવવાની ક્ષમતા ધરાવે છે. આ બાઇક માત્ર ટેક્નોલોજીનું શ્રેષ્ઠ ઉદાહરણ નથી, પરંતુ ‘વેસ્ટમાંથી બેસ્ટ’ની ફિલોસોફીને પણ સાકાર કરે છે, કારણ કે તે 50% સ્ક્રેપ પાર્ટ્સ અને 50% જાતે બનાવેલા પાર્ટ્સથી તૈયાર થઈ છે, જેનો કુલ ખર્ચ માત્ર 1.80 લાખ રૂપિયા છે.

આજના ટેક્નોલોજીના યુગમાં, જ્યાં ટેસ્લા જેવી કંપનીઓ ઓટોનોમસ વાહનોનો પાયો નાખી રહી છે, ત્યાં સુરતના આ ત્રણ યુવાનોએ ‘ગરૂડા’ બાઇક બનાવીને ભારતની નવીનતાની ક્ષમતાને વિશ્વ સમક્ષ રજૂ કરી છે. હાલમાં આ બાઇક રાઇડરની હાજરીમાં કાર્ય કરે છે, પરંતુ ભવિષ્યમાં તેને સંપૂર્ણ ડ્રાઇવરલેસ બનાવવાની યોજના છે. આ બાઇક વાઇ-ફાઇ અને સેલ્ફ-ડ્રાઇવિંગ સિસ્ટમ પર આધારિત છે, જે રાઇડરની જરૂરિયાત વિના કમાન્ડ આધારિત કામગીરી કરે છે.

આ બાઇકનું ‘મગજ’ એટલે ‘રાસબેરી પાઇ’, એક નાનું પણ શક્તિશાળી કોમ્પ્યુટર, જે કમાન્ડ મળ્યા બાદ બાઇકની તમામ કામગીરીને નિયંત્રિત કરે છે. ઉદાહરણ તરીકે, જો રાઇડર કમાન્ડ આપે કે “3 ફૂટ દૂર રોકાઈ જા,” તો બાઇક બ્રેક વગર જ સ્થિર થઈ જાય છે, જે અકસ્માતો ટાળવામાં મદદરૂપ થાય છે.
‘ગરૂડા’ બાઇક ઇકો મોડમાં 220 કિલોમીટર અને સ્પોર્ટ મોડમાં 160 કિલોમીટરની શાનદાર રેન્જ આપે છે. તેની લિથિયમ-આયન બેટરી માત્ર બે કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે, જે સામાન્ય બાઇકની તુલનામાં નોંધપાત્ર રીતે ઝડપી છે. આ લાઇટવેઇટ બેટરી બાઇકની કાર્યક્ષમતાને વધુ વેગ આપે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં કેમિકલયુક્ત પાણીના પ્રદૂષણ પર ધારાસભ્યનો હોબાળો, SMC અને GPCBની જવાબદારી પર ઉઠાવ્યા સવાલ

આ પણ વાંચો: સુરત : ઉધના રોડ પર કેમિકલયુક્ત પાણી ભરાવાનો મામલો, ખોટા ડ્રેનેજ કનેક્શન જણાતા ડ્રેનેજ કનેક્શન સીલ કરાયા

આ પણ વાંચો: સુરત : મંતવ્ય ન્યૂઝમાં કેમિકલ યુક્ત પાણીના અહેવાલને પગલે તંત્ર દોડતું થયું