Nadiad Mayor: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજ્યભરમાં ભાજપને મળેલા ભવ્ય વિજય બાદ હવે વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં ભાજપે સત્તા જાળવી રાખ્યા બાદ હવે હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત તબક્કાવાર રીતે કરવામાં આવી રહી છે.
મનીષ પટેલ (Manish Patel) બન્યા Nadiad Mayor
આ પ્રક્રિયા અંતર્ગત આજે નડિયાદ મહાનગરપાલિકાના પાંચ મુખ્ય હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. નડિયાદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર (Nadiad Mayor) તરીકે વોર્ડ નંબર 11ના મનીષ પટેલ (Manish Patal)ની પસંદગી કરવામાં આવી છે. તેમના નામની જાહેરાત થતાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 9ના કલ્પેશ રાવળની પસંદગી કરવામાં આવી છે. સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરાગ બ્રહ્મભટ્ટને જવાબદારી સોંપવામાં આવી છે.આ ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે મેઘના વિકાસકુમાર શાહની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે દંડક તરીકે પુષ્પાબેન પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે નોંધપાત્ર જીત મેળવી હતી, જેના પગલે હવે રાજ્યભરની મહાનગરપાલિકાઓમાં સંગઠન અને વહીવટી જવાબદારીઓ માટે નવા ચહેરાઓને તક આપવામાં આવી રહી છે. નડિયાદ મનપા (Nadiad Mayor)માં જાહેર કરાયેલા આ નવા હોદ્દેદારો આગામી સમયમાં શહેરના વિકાસ અને વહીવટમાં મહત્વની ભૂમિકા ભજવશે. રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે કે નવી ટીમ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતા, પાણી, રોડ અને નાગરિક સુવિધાઓ જેવા મુદ્દાઓ પર વધુ ફોકસ કરશે.
આ પણ વાંચો:નવસારી મનપાના નવા મેયર તરીકે અશોક ધોરાજીની પસંદગી, પાંચ મુખ્ય હોદ્દેદારોના નામ જાહેર
આ પણ વાંચો:મોરબી મનપાના નવા મેયર તરીકે ઉત્તમ સુરાણીની પસંદગી, ચિરાગ રાણપરા બન્યા ડેપ્યુટી મેયર
