Accident/ ગુજરાતમાં અકસ્માતનો સિલસિલો યથાવત, હવે આણંદમાં ઝાડ સાથે કાર અથડાતા 2ના મોત

ગુજરાતમાં સતત વધી રહેલા અકસ્માતનો સીલસીલો આણંદ જિલ્લામાં પણ જોવા મળી રહ્યો છે છેલ્લા બે દિવસમાં 2 અકસ્માત જોવા મળ્યા છે જ્યારે ગતરોજ ચિખોદરા ગામના બે યુવકોના ઉમરેઠ પાસે અકસ્માતમાં મૃત્યુ નિપજ્યા હતા

Gujarat Others

@સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ-આણંદ

ગુજરાતમાં સતત વધી રહેલા અકસ્માતનો સીલસીલો આણંદ જિલ્લામાં પણ જોવા મળી રહ્યો છે છેલ્લા બે દિવસમાં 2 અકસ્માત જોવા મળ્યા છે જ્યારે ગતરોજ ચિખોદરા ગામના બે યુવકોના ઉમરેઠ પાસે અકસ્માતમાં મૃત્યુ નિપજ્યા હતા ત્યારે આજરોજ ખંભોળજ ગામ પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી બેકાબુ બની ઝાડ સાથે ભટકાઈ હતી જેમાં બે વ્યક્તિઓના મોત થયા છે બંને વ્યક્તિઓ ભાલેજ ગામ પાસે ચા પીને ત્રણોલ ગામ જવા નીકળ્યા હતા.

દરમિયાન ખંભોળજ ગામ નજીક કુંજરાવ ચોકડી પાસે આ બનાવ બનવા પામ્યો હતો ખાસ કરીને ખંભોળજ પોલીસે આ બાબતે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ કરતાં મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજ્યમાં આજની બુધવારની સવાર ગોઝારી ઇત થઇ છે. એક પછી રાજ્યમાં ચાર સ્થળોએ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે.  મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, અને  દક્ષિણ ગુજરાતમાં બે જુદા જુદા સ્થળોએ મળી કુલ 5 અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં  17 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે.

રોડ અકસ્માત / દર્શન કરીને પરત આવતા પરીવારના ચાર સભ્યોનું લખતર પાસે અકસ્માત…

ગમખ્વાર અકસ્માત / વાઘોડિયા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત, 2 બાળક સહિત 9ના મોત…

અમદાવાદ / તુલીપ સોસાયટીમાં ફાટ્યો કોરોનાનો રાફળો, મળ્યા અધધધ કેસ…