Not Set/ મહેસાણા એસિડ એટેક : પિતાએ જ સગી પુત્રી પર એસિડ નાખી ઉતારી મોતને ઘાટ

મહેસાણાના ચલાસણ ગામે 8 માસની બાળકી પર એસિડ ફેકી મોતને ઘાટ ઉતારવાની ઘટના બની હતી. મૃત બાળકીનું અમદાવાદ ખાતે પીએમ કરવામાં આવવાયું હતું. જેમાં બાળકીના ગાળાના ભાગે એસિડ ને કારણે શ્વાસ રૂંધાતા મૃત્યુ થયાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસે સઘન પૂછ પરછ કરતાં બાળકીના પિતાએ જ બીમાર બાળકીને મોતને ઘાટ ઉતાર્યાનું સામે આવ્યું છે. […]

Top Stories Gujarat Others

મહેસાણાના ચલાસણ ગામે 8 માસની બાળકી પર એસિડ ફેકી મોતને ઘાટ ઉતારવાની ઘટના બની હતી. મૃત બાળકીનું અમદાવાદ ખાતે પીએમ કરવામાં આવવાયું હતું. જેમાં બાળકીના ગાળાના ભાગે એસિડ ને કારણે શ્વાસ રૂંધાતા મૃત્યુ થયાનું સામે આવ્યું છે.

આ અંગે પોલીસે સઘન પૂછ પરછ કરતાં બાળકીના પિતાએ જ બીમાર બાળકીને મોતને ઘાટ ઉતાર્યાનું સામે આવ્યું છે. બાળકીનો પિતા કુટુંબી ભાભીના પ્રેમમાં પાગલ હતો. અને તેને જ પોતાની કૂપોષિત પુત્રીની હત્યા કર્યાનુ ખુલ્યુ છે. પુત્રીની હત્યા માટે ચાર દિવસ અગાઉ એસિડ ભરેલી બોટલ ઘરે લાવ્યો હતો. એસિડની બોટલ પર આંગળીના નિશાન ન પડે તે માટે ટીશર્ટથી બોટલ ઉપાડી હતી. કુટુંબી ભાભીના પ્રેમમાં આડખલીરૂપ કુટુંબીઓને ફસાવવાનો પ્લાન બનાવ્યો હતો.

ઘોડિયામાં સુતેલી માસુમ પુત્રીના ગળા પર એસિડ નાખી હત્યા બાદ વિકલાંગ પત્નીને અસહય મારમાર્યો હતો અને તેની પાસે બળજબરી પૂર્વક પોલીસ કન્ટ્રોલરૂમમાં કુટુંબીઓએ પુત્રી પર એસિડ નાખીને હત્યા કર્યાનો ફોન કરાવ્યો હતો. અને ત્યથી ફરાર થઈ ગયો હતો.

વિકલાંગ માતા પુત્રીને સ્તનપાન ન કરાવી શકતાં ગાયનુ દૂધ પીવડાવતા હતા. અને મજુરી કામ કરતી હતી. જ્યારે બાળકીના પિતા ગુનાહિત માનસિકતા ધરાવે છે. પુત્રીના હત્યારા વિનુજી વિરૂધ્ધ ગામની 14 વર્ષની કિશોરીએ દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો. જેમા કોર્ટે તેને સજા કરી હતી અને સાબરમતી જેલમા રખાયો હતો. કેટલાક મહિનાઓ પહેલા છુટીને ઘરે આવેલા વિનુજીને કુટુંબી ભાભી સાથે પ્રેમસંબધ બંધાતા વિકલાંગ પત્નીને અસહ્ય મારમારતો હતો.

પોલીસે કરેલી તપાસમાં બાળકીની હત્યા કરનારો પિતા જ હોવાનુ બહાર આવતાં પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.