Dahod News/ દાહોદ-અમદાવાદ હાઇવે પર ભયાનક અકસ્માત, SUV ડિવાઇડર,થાંભલા સાથે અથડાઈ,3નાં મોત

દાહોદ-અમદાવાદ હાઇવે પર લીમખેડા નજીક SUV કાર ડિવાઇડર અને ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાઈ. ગંભીર અકસ્માત (Highway Accident)માં 3 લોકોનાં મોત, મૃતદેહ ટ્રેક્ટરથી બહાર કાઢાયા.

Top Stories Gujarat Breaking News
Highway Accident

Dahod News: દાહોદ-અમદાવાદ હાઇવે પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં  લીમખેડાના ઢઢેલા નજીક એક વળાંક પર કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ત્રણ લોકોના મોત થયા અને કાર ડિવાઇડર અને પછી ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાઈ છે. અકસ્માત (Highway Accident) એટલો ગંભીર હતો કે મૃતદેહોને ટ્રેક્ટર દ્વારા બહાર કાઢવા પડ્યા હતા.

અકસ્માત અંગે મળેલી માહિતી અનુસાર, લીમખેડાના ઢઢેલા નજીક મહારાષ્ટ્રથી આવતી એક SUV ડિવાઇડર સાથે અથડાઈ અને પછી કાર થાંભલા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે થાંભલાના ટુકડા થઈ ગયા હતા. આ ગંભીર અકસ્માત (Highway Accident)માં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું છે.બે મૃતકોના મૃતદેહને લીમખેડા મોકલવામાં આવ્યા છે. સારવાર દરમિયાન મૃત્યુ પામેલા ડ્રાઇવરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દાહોદ મોકલવામાં આવ્યો છે.

લોહિયાળ અકસ્માત (Highway Accident)માં બે લોકોના મોત  

જાણકારી અનુસાર આ અકસ્માત મધ્યરાત્રિએ થયો હતો,અકસ્માત (Highway Accident) સર્જાતા લોકો ઘટના સ્થળ પર ભેગા થઈ ગયા હતા.તેમણે પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.આ અકસ્માતમાં કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો. સ્થાનિક લોકોએ બધા મૃતદેહોને ટ્રેક્ટર સાથે બાંધીને બહાર કાઢ્યા હતા.આ અકસ્માતની ગંભીરતાનો અંદાજ તે સ્થળ પરના લોહીના ડાઘ પરથી લગાવી શકાય છે જ્યાં મૃતદેહને કારમાંથી કાઢવામાં આવ્યા હતા.

આ પહેલા પણ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ભૂત પગલા ગામના પરિવારને ગમખ્વાર અકસ્માત (Highway Accident) નડ્યો હતો. જેમાં ભૂત પગલા ગામે ઘાસ ભરેલી બોલેરો પીકઅપ પલટી ખાઈ ગઈ હતી.જેમાં ભૂત પગલા ગામની સીમમાં આવેલા ખેતરમાં ઘાસ લેવા ગયેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત નીપજ્યા હતા. આ બનાવને પગલે આ વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો.


આ પણ વાંચો:દાહોદના અંતેલા ગામે દુ:ખદ અકસ્માત, સ્કૂલ બસના ટાયર નીચે કચડાતાં 4 વર્ષીય બાળકીનું મોત

આ પણ વાંચો:દાહોદના ઝાલોદમાં જાનૈયાઓને નડ્યો અકસ્માત

આ પણ વાંચો:દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆમાં અકસ્માતમાં એક જ પરિવારના ચારના મોત