Gandhinagar News/ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ, ઉત્તર ગુજરાતમાં સીઝનનો 38 ટકા વરસાદ

છેલ્લા એક અઠવાડિયાથી ચાલતી અનરાધાર વર્ષાના લીધે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ પડ્યો છે. તેના લીધે મહિનાના અંતે રાજ્યમાં સીઝનનો લગભગ 58 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: છેલ્લા એક અઠવાડિયાથી ચાલતી અનરાધાર વર્ષાના લીધે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ પડ્યો છે. તેના લીધે મહિનાના અંતે રાજ્યમાં સીઝનનો લગભગ 58 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઉત્તર ગુજરાતમાં એક સમયે વરસાદની સરેરાશ 30 ટકા હતી જે હવે સુધરીને 38 ટકા થઈ ગઈ છે. જો કે સરેરાશ સુધરી હોવા છતાં પણ રાજ્યના પાંચેય ઝોનમાં સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતમાં જ છે.

પાટણ અને મહેસાણા જિલ્લામાં સૌથી વધારે વરસાદ

ગુજરાતમાં 24 કલાકમાં સૌથી વધારે વરસાદ પાટણ, કચ્છ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં નોંધાયો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં કુલ 169 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ પાટણ, મહેસાણા જિલ્લામાં નોંધાયો હતો. પાટણમાં પાંચ ઈંચ કરતા વધારે, સિદ્ધપુરમાં સાડા ચાર ઈંચ, કચ્છના અબડાસામાં સવા ચાર ઈંચ, મહેસાણાના જોટાણામાં સાડા ત્રણ ઈંચ, ખેરાલુમાં સવા ત્રણ ઈંચ, મહેસાણામાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.

20 તાલુકામાં 2થી 4 ઈંચ વચ્ચે વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં કુલ 169 તાલુકામાં વરસાદ પડ્યો હતો. રાજ્યમાં 20 તાલુકા એવા છે જેમાં 2 ઈંચથી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. આગામી દિવસોમાં પણ અહીં ભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં હંમેશા સીઝનની સરેરાશ કરતાં ઓછો જ વરસાદ પડે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટણમાં સૌથી વધુ 51 મીમી વરસાદ, આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના મુન્દ્રા તાલુકાના નંદિસરોવર, નંદનવન તથા વન અભયારણ્યની મુલાકાત લીધી

આ પણ વાંચો: અરે બાપ રે! પતિને પત્ની કરડી…

આ પણ વાંચો: દેશભરમાં PF ઉપાડ મામલે ગુજરાતીઓનો ડંકો, ઉપડ્યા 32 હજાર કરોડ રૂપિયા