Dahod News : દાહોદના ઝાલોદમાં જાનૈયાઓને અકસ્માત નડ્યો હતો. જેમાં XUV કાર અચાનક જાનૈયાઓ પર ચડી જતા આ અકસ્માત સર્જાયો હતો. આ બનાવની વિગત મુજબ ચાકલીયા મહુડીથી રાયપુરા જવા માટે જાન નીકળી હતી. જેમાં વરરાજાની XUV કારના ડ્રાઈવકરે કાબૂ ગુમાવી દીધો હતો.

જેને કારણે કાર જાનૈયાઓ પર ચઢી ગઈ હતી. જેને કારણે 16 જાનૈયા ઘાયલ થયા હતા. જેમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. 
આ અકસ્માતની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: આરોગ્યકર્મીઓની હડતાળ 9મા દિવસે પણ યથાવત, સરકારની કડક કાર્યવાહી; નોકરીમાંથી છૂટા કરવાનો આદેશ
આ પણ વાંચો: જંત્રી દરમાં વધારાને કારણે ગુજરાતમાં મિલકતના ભાવ 40% વધી શકે…
