Surat News:ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતની મુલાકાતે છે.આ દરમિયાન અંબિકા નિકેતન મંદિર પાસે વસરાઇ ખાતે આયોજિત કાર્યક્રમમાં નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેરનું (national tribal trade fair) તેઓ ભવ્ય લોકાર્પણ કરશે. આ 4 દિવસીય મેળો 26થી 29 ડિસેમ્બર સુધી ચાલશે, જે આદિવાસી સમાજ માટે સ્વરોજગાર અને તેમની પરંપરાગત કલા-કુશળતાને વૈશ્વિક બજાર સુધી પહોંચાડવાનું મોટું પ્લેટફોર્મ બનશે.
સુરતમાં નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેરનો (national tribal trade fair) શુભારંભ

નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેરનો (national tribal trade fair) મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી કારીગરો અને ઉત્પાદકોને સીધું બજાર પૂરું પાડવાનો છે. પરંપરાગત ઉદ્યોગો (Traditional industries) જેમ કે હસ્તકલા, વણાટ,ધાતુકામ અને કૃષિ ઉત્પાદનોને (Agricultural products) વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવા માટે વિશેષ પ્રયાસ કરવામાં આવ્યા છે. મેળામાં B2B નેટવર્કિંગની તકો ઉભી થશે, જેનાથી આદિવાસી કલાકારોને ખરીદદારો અને વેપારીઓ સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવામાં મદદ મળશે.
350થી વધુ કોમર્શિયલ સ્ટોલ્સ પર વિવિધ આદિવાસી ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. જ્યારે 90 ફૂડ સ્ટોલ્સ પર આદિવાસી વાનગીઓ અને પરંપરાગત ભોજનનો સ્વાદ પીરસવામાં આવશે. નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેરમાં (national tribal trade fair) 12 રાજ્યોમાંથી લોકનૃત્યો અને પરંપરાગત કાર્યક્રમોની રંગારંગ જમાવટ જોવા મળશે.
આ પણ વાંચો:સુરતમાં મતદારો ગાયબ થવાની શંકા: સાંસદ મુકેશ દલાલનો કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર
આ પણ વાંચો:સુરતમાં અજાણી મહિલાએ 5 વર્ષીય પુત્ર સાથે 14મા માળેથી કૂદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો, બાળકનું મોત
આ પણ વાંચો:સુરતના મોટા વરાછા વિસ્તારમાં જૂની અદાવતના કારણે BBA વિદ્યાર્થી પર 15થી વધુ યુવકોનો હુમલો
