Surat News:સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં જૂની અદાવતને કારણે એક કોલેજ વિદ્યાર્થી પર 15થી વધુ યુવકોના ટોળાએ જાહેર રોડ પર બર્બર હુમલો કર્યો હતો. આ ઘટના સમાધાનના બહાને બોલાવીને અંજામ આપવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીને (Student) ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (social media) પર વાયરલ થયો છે, જેમાં હુમલાખોરોની હિંસક ક્રૂરતા સ્પષ્ટ દેખાઈ રહી છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતાં 11 આરોપીઓને ઝડપી લીધા છે અને ઘટનાસ્થળે જ રિ-કન્સ્ટ્રક્શન કરાવીને જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું છે.
જૂની અદાવતમાં કોલેજ વિદ્યાર્થી (Student) પર હુમલો

મળતી વિગતો અનુસાર, આ ઘટના મોટા વરાછાના પ્લેટિનિયમ પોઈન્ટ પાસે જાહેર રોડ પર બની હતી. હુમલાનો ભોગ બનેલા BBAના વિદ્યાર્થી (Student) પ્રીત પ્રદીપઘોઘારી સાથે લગભગ 15 દિવસ પહેલાં રાહુલ ગોસ્વામી (Rahul Goswami) નામના યુવક સાથે માથાકૂટ થઈ હતી. આ જૂની અદાવતને કારણે રાહુલ ગોસ્વામી પ્રીતને મારવા માટે તૈયાર થયો હતો અને ફોન પર ધમકીઓ પણ આપી હતી.દરમિયાન, સમાધાન કરવાના બહાને પ્રીતને પ્લેટિનિયમ પોઈન્ટ ખાતે બોલાવવામાં આવ્યો. ત્યાં પહોંચતાં જ રાહુલ ગોસ્વામી સહિત 15થી વધુ યુવકોનું ટોળું તેના પર તૂટી પડ્યું.

હુમલાખોરોએ લાકડી, ક્રિકેટના સ્ટમ્પ અને દંડાથી પ્રીત પર અનર્ગલ માર માર્યો. પ્રીત નીચે પડી જતાં 8થી વધુ યુવકોએ તેને ઘેરી લઈને લાતો મારી હતી.પ્રીતને બચાવવા આવેલા તેના ત્રણ મિત્રોને પણ આ ટોળાએ માર માર્યો હતો. આ હુમલામાં પ્રીતને હાથ અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. રાત્રે જાહેર રોડ પર થયેલી આ મારામારીની ઘટના ત્યાં હાજર લોકોના મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
હુમલો કર્યા બાદ ભાગતા સમયે મુખ્ય આરોપી રાહુલ ગોસ્વામીએ પ્રીતને ધમકી આપી હતી કે, “આજે તો તું બચી ગયો છે, રોડ પર ફરીથી દેખાયો તો જાનથી પતાવી દઈશું.” આ ધમકીથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.ઘટના બાદ ભોગ બનેલા વિદ્યાર્થીએ (Student) ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં 8 આરોપીઓના નામજોગ સહિત 15થી વધુના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
