Not Set/ મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે બહુમાળી બિલ્ડિંગ બની વોટરફોલ, વીડિયો જોઇ તમે ચોંકી જશો, જાણો શું છે હકીકત

વરસાદમાં મુંબઈ ફરી એકવાર પાણી ભરાઈ રહ્યું છે. ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે માર્ગ ટ્રાફિક અને રેલ્વે ટ્રાફિક સંપૂર્ણ રીતે ખોરવાયો છે. દરેક જગ્યાએ જળાશયોનાં ફોટા અને વીડિયો બહાર આવી રહ્યા છે, જે મુંબઇ વરસાદની પરિસ્થિતિને દર્શાવી રહ્યા છે. દરમિયાન, મુંબઈની બહુમાળી બિલ્ડિંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ […]

Top Stories India

વરસાદમાં મુંબઈ ફરી એકવાર પાણી ભરાઈ રહ્યું છે. ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે માર્ગ ટ્રાફિક અને રેલ્વે ટ્રાફિક સંપૂર્ણ રીતે ખોરવાયો છે. દરેક જગ્યાએ જળાશયોનાં ફોટા અને વીડિયો બહાર આવી રહ્યા છે, જે મુંબઇ વરસાદની પરિસ્થિતિને દર્શાવી રહ્યા છે. દરમિયાન, મુંબઈની બહુમાળી બિલ્ડિંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જે ખૂબ જ રસપ્રદ છે.

દક્ષિણ મુંબઇમાં આવેલી 40 માળની બહુમાળી બિલ્ડિંગનાં ઉપરનાં માળે પાણી ભરાઇ જવાના કારણે જે નજારો બન્યો તે જોવા લાયક હતો. આ બહુમાળી બિલ્ડિંગની સૌથી ઉપરનાં માળે ઘણી માત્રામાં વરસાદનું પાણી ભરાઇ ગયુ હતુ જે ઉંચાઇથી નીચે પડી રહ્યુ હતુ. આ નજારો ખૂબ જ સુંદર દ્રશ્ય પેદા કરી રહ્યુ હતુ. પરિસ્થિતિ એવી બની હતી કે, તે કોઇ પાણીનાં ફુવારાથી ઓછું લાગતું નથી અને આ નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉમટ્યા હતા. આ નજારો દક્ષિણ મુંબઈનાં પોશ કાફે પરેડ વિસ્તારનો છે. આ બિલ્ડિંગની ઉંચાઇથી જમીન પર પડતા પાણીનું દ્રશ્ય કૃત્રિમ ધોધનું દ્રશ્ય બનાવી રહ્યું હતું.

ઘણા લોકો તેને જોવા માટે ત્યાં એકઠા થયા હતા અને તેના ફોટો અને વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. મળતી માહિતી મુજબ, આ દૃશ્ય મુંબઈમાં પડી રહેલા ભારે વરસાદને કારણે સામે આવી રહ્યો નથી, પરંતુ બહુમાળી બિલ્ડિંગનાં ઉપરનાં ટેરેસ પર તાજેતરમાં સ્થાપિત પાણીની ટાંકીમાંથી પૈદા થયો હતો. પાણીની ટાંકી તૂટી ગઈ હતી જેના કારણે ત્યાંથી પાણી નીચે આવવા લાગ્યું હતું. આપને જણાવી દઈએ કે, મુંબઇ અને તેની આસપાસનાં વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે. ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાક ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ભારે વરસાદનાં કારણે આજે સ્કૂલો પણ બંધ રાખવામાં આવી છે. મુંબઈ પોલીસે લોકોને સાવચેતી રાખવા સલાહ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.