National News/ લખનૌના કોચિંગ સેન્ટરમાં AC બ્લાસ્ટ થતાં ભયાનક આગ, 15 વિદ્યાર્થીઓના કરૂણ મોત

લખનૌના(Lucknow) અલીગંજમાં આવેલી એક બિલ્ડિંગના કોચિંગ સેન્ટર અને ગેમિંગ ઝોનમાં શોર્ટ સર્કિટના કારણે ભયાનક આગ લાગતાં 15 વિદ્યાર્થીઓના મોત થયા છે. તંત્ર પાસે આધુનિક મશીનો ન હોવાથી રેસ્ક્યૂ ઓપરેશનમાં મોટી બેદરકારી સામે આવી છે.

NATIONAL Top Stories India
Lucknow

Lucknow Aliganj Coaching Centre Fire: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના અલીગંજ વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક હોનારત સામે આવી છે. અહીં સોમવારે બપોરે એક બહુમાળી બિલ્ડિંગમાં આવેલા કોચિંગ સેન્ટર અને એનિમેશન ટ્રેનિંગ સેન્ટર તેમજ ગેમિંગ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ભયાનક આગની ઝપેટમાં આવવાના કારણે 15 માસૂમ વિદ્યાર્થીઓના બળી જવાથી કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અનેક વિદ્યાર્થીઓ ગંભીર રીતે દાઝી ગયા છે. પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડિંગના ઉપરના માળેથી કૂદેલા 9 વિદ્યાર્થીઓ પણ ગંભીર ઇજાગ્રસ્ત થયા છે.

Lucknow

Lucknow માં શોર્ટ સર્કિટ અને AC ફાટતાં મચી તબાહી

પોલીસના જણાવ્યા અનુસાર, આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર પેટ શોપ (પ્રાણીઓની દુકાન) છે અને પહેલા માળે તેનું વેરહાઉસ આવેલું છે. બપોરે આશરે 2:30 વાગ્યે વેરહાઉસમાં શોર્ટ સર્કિટ અને એસી (AC) નું કમ્પ્રેસર ફાટવાના કારણે અચાનક આગ લાગી હતી, જે જોતજોતામાં ઉપરના માળે ફેલાઈ ગઈ હતી. જેના કારણે બીજા અને ત્રીજા માળે ભણતા વિદ્યાર્થીઓ અંદર જ ફસાઈ ગયા હતા.

Lucknow

તંત્રના ફાયર સેફ્ટીના દાવાઓની ખુલી પોલ

હજુ 15 દિવસ પહેલાં જ સીએમ યોગી આદિત્યનાથે ફાયર વિભાગને સ્પેશિયલાઈઝ્ડ રેસ્ક્યૂ ગ્રુપ (SRG) બનાવવા અને હાઈરાઈઝ બિલ્ડિંગોનું ફાયર ઓડિટ કરવાના કડક આદેશ આપ્યા હતા. પરંતુ આ દુર્ઘટના વખતે ફાયર બ્રિગેડ પાસે દીવાલ તોડવા માટે આધુનિક ‘હેમર ડ્રિલ મશીન’ પણ નહોતું, જેના કારણે કલાકો સુધી માત્ર હથોડાની ચોટ મારીને દીવાલ તોડવામાં કિંમતી સમય વેડફાઈ ગયો અને માસૂમોની જિંદગી બુઝાઈ ગઈ. ઘટનાની જાણ થતાં જ સીએમ યોગી આદિત્યનાથ પોતાનો અલીગઢનો (Lucknow) પ્રવાસ અધવચ્ચે છોડીને લખનૌ (Lucknow) દોડી આવ્યા હતા.


આ પણ વાંચો:લખનૌમાં ચાલતી બસમાં આગ લાગતા પાંચ ભુંજાયા, પિતા સામે જ દીકરા-દીકરીનાં મોત

આ પણ વાંચો:લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત, બસ પલટી જતાં 6નાં મોત, 40 ઘાયલ

આ પણ વાંચો:લખનૌની હોસ્પિટલમાં મધ્યરાત્રિએ લાગી ભીષણ આગ, 200 દર્દીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા