સ્પેનના પૂર્વીય બંદર શહેર વેલેન્સિયામાં એક બહુમાળી એપાર્ટમેન્ટ બ્લોકમાં ભીષણ આગ દુર્ઘટના બની. આગ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 14 લોકો ઘાયલ થયા છે. વેલેન્સિયાની બહુમાળી ઇમારતમાં આગ ગુરુવારે સાંજે 5:30 વાગ્યાની આસપાસ ચોથા માળે શરૂ થઈ હતી અને તે ઝડપથી ફેલાઈ હતી. બહુમાળી ઇમારતમાં 350થી વધુ લોકો આ દુર્ઘટનામાં ફસાયા હોવાનું અનુમાન છે. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગ શમાવવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં દેખી શકાય છે કે લોકો જીવ બચાવવા નાસભાગ કરી રહ્યા છે. બહુમાળી ઇમારતમાં લાગેલ આગ એટલી ભયાનક છે કે લોકો જીવ બચાવવા નીચે કૂદવા લાગ્યા છે. સામે આવેલ વીડિયોના દ્રશ્યો પરથી અનુમાન કરી શકાય કે ભીષણ આગ દુર્ઘટનામાં મોતના આંકડા અને ગંભીર ઇજાગ્રસ્ત વ્યક્તિઓની સંખ્યામાં વધારો જોવા મળી શકે છે.
At least four people have died in a huge fire that gutted a multi-storey apartment block in Spain's eastern port city of Valencia, with another 14 people injured.
The toll could rise, with 19 people missinghttps://t.co/uExNQKUrge pic.twitter.com/X0JJCJ8wZz
— AFP News Agency (@AFP) February 23, 2024
બહુમાળી ઇમારતમાં ભીષણ આગ
સ્પેનના મીડિયા દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ 14 માળની ઇમારતમાં 130 થી વધુ ફ્લેટ્સ હતા. જે આગના કારણે ઝડપથી “ખંડેર” બની રહ્યા છે. આગ એટલી ભયાનક છે કે 22 ફાયરબ્રિગેટની ટીમ આગ બુઝાવવા પ્રયાસ કરી રહી છે. ગંભીર ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. ઘટના સાક્ષીઓ અને ઈમરજન્સી સર્વિસે જણાવ્યું હતું કે, પશ્ચિમ વેલેન્સિયાના કેમ્પનાર પડોશમાં બિલ્ડિંગને જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા. વેલેન્સિયાના ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયર્સ એસોસિએશન (COGITI) ના નાયબ વડા એસ્થર પુચડેસે જણાવ્યું હતું કે આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કારણ કે બિલ્ડિંગ અત્યંત જ્વલનશીલ પોલીયુરેથીન ક્લેડીંગથી ઢંકાયેલી હતી.
6 મહિનાની અંદર સ્પેનમાં બીજી આગ દુર્ઘટના
સ્પેનના વેલેન્સિયાની ભયાનક આગની ઘટનાએ 2017માં લંડનના ગ્રેનફેલ ટાવરમાં લાગેલ દુર્ઘટનાને ફરી તાજી કરી છે. જેમાં પશ્ચિમ લંડનમાં 24 માળની ઊંચી ઇમારતમાં લાગેલી આગમાં 72 લોકોના મોત થયા હતા, બ્લોકની બહારની દિવાલો પર અત્યંત જ્વલનશીલ ક્લેડીંગને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. સ્પેનમાં 5 મહિના પહેલા પણ આવી આગ દુર્ઘટના જોવા મળી હતી. મર્સિયા શહેરની એક નાઈટ ક્લબમાં આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકો ઘાયલ થયા છે. તે સમયે, સરકારે ત્રણ દિવસના શોકની જાહેરાત કરી છે. 6 મહિનાના ટૂંકા ગાળામાં સ્પેનના બહુમાળી ઇમારતમાં ભીષણ આગ દુર્ઘટના જોવા મળી. હાલમાં આગ દુર્ઘટના મામલે રેસ્ક્યુ આપરેશન ચાલુ છે.
