Gujarat Weather/ ગુજરાતમાં આજથી તાપમાનમાં થશે વધારો, ગરમીથી બચીને રહેવું પડશે

રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો.

Top Stories Gujarat
Image 2025 03 25T072406.161 ગુજરાતમાં આજથી તાપમાનમાં થશે વધારો, ગરમીથી બચીને રહેવું પડશે

Gujarat Weather News: ગુજરાતમાં હવામાન (Weather)માં પલટો આવતાં રાજકોટ અને ભુજમાં પારો 40 ડિગ્રી પર રહ્યો હતો. જ્યારે રાત્રે ગાંધીનગર 19.5 ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું હતું. આગાહી મુજબ, 25 માર્ચ સુધીમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે, જ્યારે લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. 26 માર્ચથી દિવસ અને રાત્રિના તાપમાન (Temperature)માં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપની અસર 26 માર્ચથી રાજ્યમાં જોવા મળશે. તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવનની ગતિ વધવાની શક્યતા છે, જેના કારણે ગરમી વધશે અને લૂની અસર જોવા મળશે.

Heat wave grips India - India Today

પશ્ચિમી ભેજવાળા પવનોને કારણે, રાજ્યમાં હવામાન 1 એપ્રિલ સુધી વાદળછાયું (Cloudy weather) રહી શકે છે. આ સમયગાળા દરમિયાન, 29 માર્ચથી 1 એપ્રિલ સુધી, રાજ્યમાં કેટલાક સ્થળોએ ગાજવીજ (Thunderstorm) અને વીજળી સાથે 10 મીમી એટલે કે અડધા ઇંચથી ઓછો માવઠું (Unseasonal Rain) પડવાની શક્યતા છે. આગામી 4-5 દિવસમાં મધ્ય ભારત અને મહારાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે. 23 થી 25 માર્ચ દરમિયાન ભેજવાળી અને ગરમ હવામાન રહેશે. માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) સક્રિય થવાને કારણે માર્ચના છેલ્લા અઠવાડિયામાં રાજ્યમાં બેવડી ઋતુ (Doubled Season) રહેવાનું અનુમાન છે.

IMD forecast: Delhi, Maharashtra, Gujarat to face 5 days of torrid weather  | Zee Business

હવામાન વિભાગના (IMD) આંકડા મુજબ, ગઈકાલે મોટાભાગના જીલ્લામાં 1થી 2 ડિગ્રી તાપમાન ઊંચકાયું હતું. રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી નોંધાયું, રાજકોટમાં 40.5 ડિગ્રી, કંડલામાં 40 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 39.5 ડિગ્રી, ગાંધીનગરમાં 39.2 ડિગ્રી, ડીસામાં 39.6 ડિગ્રી, વિદ્યાનગરમાં 39.5 ડિગ્રી તાપમાન,  વડોદરામાં 39.2 ડિગ્રી, સુરતમાં 38.7 ડિગ્રી તાપમાન, ભુજ અને નલિયામાં તાપમાન 39.6 ડિગ્રી નોંધાયું છે. અમરેલીમાં 39.6 ડિગ્રી, ભાવનગરમાં 38.1 ડિગ્રી, મહુવા અને કેશોદમાં તાપમાન 39.4 ડિગ્રી નોંધાયું હતું. ગુજરાતમાં કાળઝાળ ગરમી (Hot weather) સાથે કંઈક મોટુ થવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. જેમાં અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં ગુજરાતનું વાતાવરણ (Weather) બદલાતું રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

IMD Issues Heat Wave Warning For Odisha From March to May | Odisha


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:માર્ચના છેલ્લા દિવસોમાં આવશે વાતાવરણમાં પલટો, કેટલું રહેશે ગુજરાતનું તાપમાન…

આ પણ વાંચો:તાપમાનમાં વધારો, હવામાનમાં પલટો આવતાં બેવડી ઋતુનો અહેસાસ

આ પણ વાંચો:ગુજરાતમાં આવ્યો વાતાવરણમાં પલટો, ગરમીમાં થયો ઘટાડો